મુંબઈઃ બ્રહ્માસ્ત્ર બાદ રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'એ ભારતીય બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. બોક્સ ઓફિસ પર રૂપિયા 100 કરોડનો આંકડો પાર કરનાર પઠાણ પછી TJMM 2023ની બીજી ફિલ્મ બની છે. લવ રંજન દ્વારા નિર્દેશિત ફિલ્મે બીજા સપ્તાહના અંતે 6.03 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર અભિનીત રોમેન્ટિક કોમેડી ફિલ્મે તેના બીજા શુક્રવારે રૂપિયા 3.25 કરોડ અને બીજા શનિવારે રૂપિયા 5.75 કરોડનું કલેક્શન કર્યું હતું.
આ ફિલ્મ 70 કરોડ રૂપિયાના બજેટમાં બની છેઃ ફિલ્મ વિશ્લેષક તરણ આદર્શના ટ્વીટ અનુસાર, 'તુ જૂઠી મેં મક્કારે' 100 કરોડનો આંકડો પાર કર્યો છે. પઠાણ પછી 2023ની બીજી ફિલ્મ છે જેણે આ આંકડો પાર કર્યો છે. શુક્ર 1.96 કરોડ, શનિ 3.41 કરોડ અને (અઠવાડિયું 2) શનિવાર 6.03 કરોડ. કુલઃ રુપિયા. 101.98 કરોડ. જણાવી દઈએ કે, રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર' કુલ 70 કરોડ રૂપિયાના બજેટમાં બની છે.
આ અઠવાડિયે 4 નવી ફિલ્મો આવી છેઃ તુ જૂઠી મેં મક્કાર પહેલા શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'પઠાણ' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી ચૂકી છે. જ્યારે આ વર્ષે અક્ષય કુમારની 'સેલ્ફી' અને કાર્તિક આર્યનની 'શહેજાદા' જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. બીજી તરફ, આ વર્ષના ત્રીજા મહિનામાં હોળી પર રિલીઝ થયેલી TJMMને વિવેચકો અને પ્રેક્ષકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ અઠવાડિયે 4 નવી ફિલ્મો- 'મિસિસ ચેટર્જી Vs નોર્વે', 'ઝ્વીગાટો', 'શાઝમ' અને 'કબજા' રિલીઝ થઈ છે જે 'તુ ઝૂઠી મેં મક્કાર'ને ટક્કર આપે છે.
'તુ જૂઠી મેં મક્કાર'ની અત્યાર સુધીની કમાણી
પહેલો દિવસ (બુધવાર): 15.73 કરોડ
બીજો દિવસ (ગુરુવાર): 10.34 કરોડ
ત્રીજો દિવસ (શુક્રવાર): 10.52 કરોડ