અમદાવાદ:ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી દેખાડનાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે રિયલ લાઈફમાં પણ કપલ બનવા જઈ રહ્યા છે. તે 6 ફેબ્રુઆરીએ સૂર્યગઢ પેલેસ જેસલમેરમાં સાત ફેરા લેશે. આ લગ્ન સમારોહમાં કેટલા મહેમાનો સામેલ થશે, તેનું ભાડું કેટલું છે, કિયારા કયા ડિઝાઇનરનો લહેંગા પહેરશે અને હલ્દીથી મહેંદી સેરેમની ક્યારે થશે...
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના શાહી લગ્ન સૂર્યગઢ પેલેસમાં થશે લગ્ન: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી તેમના લગ્નને લઈને હાલ ચર્ચામાં છે. મળેલી માહિતી અનુસાર બંને 6 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લેશે. આ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કિયારા તેના લેહેંગાના સંબંધમાં ડિઝાઇનર મનીષ મલ્હોત્રાને મળી હતી, જ્યારે બીજી તરફ સિદ્ધાર્થ પણ તેના વતન જવા રવાના થઈ ગયો છે. બીજી તરફ રોયલ સૂર્યગઢ હોટલને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નનું મેનુ શાનદાર હશે ડેસ્ટિનેશન વેડિંગ:સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યા છે. લગ્ન માટે તેઓએ સૂર્યગઢ હોટેલ જેસલમેરની સૌથી મોંઘી હોટલોમાંની એક છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ લગ્ન માટે 100 થી 125 મહેમાનોને આમંત્રણ આપ્યું છે અને તેમના માટે 84 રૂમ બુક કરાવ્યા છે.
સૂર્યગઢ પેલેસમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તૈયારીઓ શરૂ સંગીત સેરેમની:બોલિવૂડની ક્યુટી જોડી સંગીત રાત્રે તેમના પરફોર્મન્સથી સ્ટેજને આગ લગાડશે તેવી અપેક્ષા છે. અહેવાલ મુજબ, કિયારા દુબઈમાં સિડ સાથે તેના નવા વર્ષની રજાઓ દરમિયાન તેના મિત્રો સાથે મ્યુઝિક પ્લેલિસ્ટ પર ચર્ચા કરતી જોવા મળી હતી. આ બંને તેમની સુપરહિટ ફિલ્મ 'શેરશાહ'ના ગીત 'રાતા લંબિયાં' પર પરફોર્મ કરી શકે છે, કારણ કે અહીંથી તેમની શરૂઆત થઈ હતી.
સ્પેશિયલ ફૂડથી લઈને ટ્રેડિશનલ ડાન્સ પણ અહીંની ખાસિયત કોણ-કોણ આપી શકે છે હાજરી?: કરણ જોહર, મનીષ મલ્હોત્રા, વરુણ ધવન અને અશ્વિની યાર્દી જેવા અન્ય લોકોને પણ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. અહેવાલો એવો પણ દાવો કરે છે કે કિયારાની શ્રેષ્ઠ મિત્ર ઈશા અંબાણી, જેમણે તાજેતરમાં જ તેના જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, તે પણ સમારોહમાં હાજરી આપી શકે છે.
રોયલ સૂર્યગઢ હોટલને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે સૂર્યગઢ પેલેસની ખાસિયત: મળતી માહિતી મુજબ, સૂર્યગઢ પેલેસમાં 84 રૂમ ઉપરાંત લક્ઝુરિયસ સ્યુટ પણ છે. તેમાં રેસ્ટોરન્ટ, બાર, ગાર્ડન, સ્વિમિંગ પૂલ, હોલની સુવિધાઓ છે. વળી, સ્પેશિયલ ફૂડથી લઈને ટ્રેડિશનલ ડાન્સ પણ અહીંની ખાસિયત છે. આ ઉપરાંત 70 લક્ઝુરિયસ કાર જેવી કે મર્સિડિઝ, BMW, જગુઆર મહેમાનો માટે ભાડે લેવામાં આવી છે. લગ્ન બાદ સિદ્ધાર્થ તથા કિઆરા બે રિસેપ્શન પાર્ટી હોસ્ટ કરશે. એક દિલ્હીમાં તથા એક મુંબઈમાં યોજવામાં આવશે. મુંબઈની રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સને આમંત્રણ આપવામાં આવશે.
સૂર્યગઢ પેલેસમાં 84 રૂમ ઉપરાંત લક્ઝુરિયસ સ્યુટ પણ લગ્નનું મેનુ: મળેલી માહિતી અનુસાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નનું મેનુ શાનદાર હશે. તેમાં રાજસ્થાની સ્વાદિષ્ટ વાનગીઓ જેમ કે બાજરે કી રોટી, બાજરે કા સોયા સાથે કોન્ટિનેન્ટલ અને કેટલીક ખાસ ભારતીય વાનગીઓનો સમાવેશ થશે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યા છે વેડિંગ પ્લાનર: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના શાહી લગ્નની જવાબદારી મુંબઈની એક મોટી વેડિંગ પ્લાનર કંપનીને આપવામાં આવી છે. હોટેલ બુકિંગથી લઈને ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ લગ્નમાં આવનાર મહેમાનો અને અન્ય કાર્યક્રમોના આયોજન માટે હોટલ મેનેજમેન્ટ દ્વારા ઘણી ગુપ્તતા જાળવવામાં આવી રહી છે.
જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લેશે