ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Thor Love and Thunder trailer OUT: એક્શન અને ઈમોશનથી ભરપૂર ટ્રેલર જુઓ - માર્વેલ સિનેમેટિક યુનિવર્સ થોર લવ એન્ડ થંડરનું ટ્રેલર રિલીઝ

ફિલ્મ 'થોરઃ લવ એન્ડ થંડર'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 'થોર: લવ એન્ડ થંડર'નું ટ્રેલર (Thor Love and Thunder trailer OUT ) માત્ર બે મિનિટનું છે, જે થોરનાં સાહસોનું વર્ણન કરતા પાત્ર કોર્ગથી શરૂ થાય છે.

Thor Love and Thunder trailer OUT: એક્શન અને ઈમોશનથી ભરપૂર ટ્રેલર જુઓ
Thor Love and Thunder trailer OUT: એક્શન અને ઈમોશનથી ભરપૂર ટ્રેલર જુઓ

By

Published : May 26, 2022, 11:14 AM IST

હૈદરાબાદઃમાર્વેલ સિનેમેટિક યુનિવર્સની ફિલ્મ 'થોરઃ લવ એન્ડ થંડર'નું ટ્રેલર (Thor Love and Thunder trailer OUT ) 25 મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. હાલમાં જ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો, જે બાદ ફિલ્મનું ફર્સ્ટ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ વર્ષ 2011માં આવેલી 'થોર'નો ચોથો ભાગ (fourth part of the Thor film) છે. અગાઉ, મલ્ટિવર્સ ઓફ મેડનેસમાં માર્વેલ સ્ટુડિયોની ડોક્ટર સ્ટ્રેન્જે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરીને ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું હતું.

આ પણ વાંચો:'મિશન ઇમ્પોસિબલ ડેડ રેકનિંગ' નું ટ્રેલર થયું રિલીઝ

શું છે ફિલ્મના ટ્રેલરમાં: 'થોર: લવ એન્ડ થંડર'નું ટ્રેલર માત્ર બે મિનિટનું છે, જે થોરનાં સાહસોનું વર્ણન કરતા પાત્ર કોર્ગથી શરૂ થાય છે. કોર્ગ એ છે જેણે 'ગાર્ડિયન ઓફ ધ ગેલેક્સી' ફિલ્મથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. ટ્રેલરમાં, બાળકોની વીજળીનો દેવ થોરના જીવનમાં બનેલી ઘણી ઘટનાઓ વિશે જણાવે છે.

આ પણ વાંચો:'પૃથ્વીરાજ' ફિલ્મ તેના રિલીઝ પહેલા નિહાળશે અમિત શાહ,જાણો શુ છે કારણ

ટ્રેલર એક્શન અને લાગણીઓથી ભરેલું છે: આ પછી ટ્રેલરમાં વિલન ગોરની એન્ટ્રી થઈ હતી, જે પોતાની જાતમાં એક વિલક્ષણ વ્યક્તિ છે. તેનું એક જ ધ્યેય છે કે તે તમામ દેવતાઓને સમાપ્ત કરી દેશે અને તે તેના શપથ લે છે. ત્યારબાદ જેન ફોસ્ટરની એન્ટ્રી થાય છે, જે ચોંકાવનારી છે. આ ફિલ્મમાં તેણીની ભૂમિકા શક્તિશાળી થોરની છે અને તે થોર સાથે ગોરનો સામનો કરતી જોવા મળશે. ટ્રેલર એક્શન અને લાગણીઓથી ભરેલું છે.

ABOUT THE AUTHOR

...view details