મુંબઈ: આજનો દિવસ 'વેલેન્ટાઈન ડે' યુગલો માટે અણમોલ દિવસ છે. આ દિવસને યુગલો ઉત્સાહપુર્વક વધાવી રહ્યાં છે. આ સાથે બોલિવૂડના સેલેબ્સ પોતાના પર્ટનર સાથે અનોખા અંદાજમાં શુભેચ્છા પાઠવી રહ્યાં છે. જેમાં મલાઈકા અરોરાથી લઈ શિલ્પા શેટ્ટી પોતાના પાર્ટનર જોડ 'વેલેન્ટાઈન ડે' ની ઉજવણી કરી રહ્યાં છે. આ ઉપરાંત તેઓ સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસ્વીર પણ શેર કરી રહ્યાં છે. યુગલો અથવા લોકો આ ફિલ્મના સેલેબ્સનું અનુકરણ કરતા હોય છે. તેથી આજના દિવસે પણ ફિલ્મ સેલેબ્સ પર લોકોની નજર હટતી નથી. ત્યારે એ જાણવું રસપ્રદ રહેશે કે, ફિલ્મના સેલેબ્સ 'વેલેન્ટાઈન ડે' ની ઉજવણી કઈ રિતે કરી રહ્યાં છે.
આ પણ વાંચો:Naseeruddin Shah In Nainital: નસીરુદ્દીન શાહ વર્ષો પછી ગયા પોતાની કોલેજમાં, જુની યાદો કરી તાજી
સેલેબ્સ વેલેન્ટાઇન ડે 2023: વેલેન્ટાઇન ડેનો અર્થ ફક્ત યુગલો જ સારી રીતે કહી શકે છે. આ દિવસને ખાસ અને યાદગાર કેવી રીતે બનાવવો, યુગલો તેના માટે અગાઉથી તૈયારી કરી લે છે. બોલિવૂડ અને રોમાન્સ વચ્ચેનો સંબંધ પણ સદીઓ જૂનો છે. યુવાનોમાં પ્રેમની ચિનગારી જગાવવામાં બોલિવૂડની મુખ્ય ભૂમિકા રહી છે. કપલ્સ સેલેબ્સની લવસ્ટોરીમાં પોતાની યાદો જોવાનું શરૂ કરે છે અને જીવનસાથીની શોધ શરૂ કરે છે. આ પછી એક નવી લવ સ્ટોરી શરૂ થાય છે. આજે તારીખ 14મી ફેબ્રુઆરીએ 'વેલેન્ટાઈન ડે'ની ઉજવણી કરવામાં આવી રહી છે. સેલેબ્સ તેને પોતાની સ્ટાઈલમાં ખાસ બનાવી રહ્યા છે. જ્યારે ઘણા સિંગલ સેલેબ્સ છે જે આ દિવસને પોતાની રીતે જીવી રહ્યા છે. જુઓ આ તસવીર.
શમા સિકંદર અને જેમ્સ મિલિરોન:બોલ્ડ અભિનેત્રી શમા સિકંદર પણ આ ખાસ અવસર પર રોમેન્ટિક થઈ ગઈ અને પતિ જેમ્સ મિલિરોન સાથે રોમેન્ટિક તસવીરો શેર કરી. શમાએ પોતાના પતિની બાહોમાં ઉભેલી તસવીર શેર કરતા લખ્યું, "આ પ્રેમની મોસમ છે, તો શા માટે ડંખની ઈજા પર તેને વ્યક્ત ન કરું."
રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજ:બાહુબલીના 'ભલ્લાલદેવ' રાણા દગ્ગુબાતીની પત્ની મિહિકા બજાજે વેલેન્ટાઈન ડેના અવસર પર તેના પતિ સાથેની એક રોમેન્ટિક પોસ્ટ શેર કરતા લખ્યું, "મજબૂત, ક્યૂટ, ફેબ્યુલસ અને સુંદર, જંગલી અને અદ્ભુત, હવે મારી પાસે તેના વખાણ કરવા માટે વધુ શબ્દો નથી. મારા સપનાના જાદુગરને, મને ચીડવનારને, મારા સ્મિતને હેપ્પી વેલેન્ટાઇન ડે.''
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા:બોલિવૂડની ક્યુટ શિલ્પા શેટ્ટીએ વેલેન્ટાઈન ડેના અવસર પર પતિ રાજ કુન્દ્રા સાથેનો એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કપલની કેમેસ્ટ્રી જોતા જ જોવા મળી રહી છે. શિલ્પાએ તેના પતિ સાથેનો એક રોમેન્ટિક વિડીયો શેર કર્યો અને લખ્યું ‘માય વેલેન્ટાઈન’.