હૈદરાબાદ: સુષ્મિતા સેન અભિનીત 'તાલી' સિરીઝનું ટ્રેલર તારીખ 7 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. સુસ્મિતા સેને પોતાના ઈન્સટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ સાથે તેમણે ટ્રેલર રલીઝ શેર કર્યું છે. પોસ્ટ શેર કરીને સુષ્મિતા સેને લખ્યું છે કે, ''ગૌરી આ ગયી હૈ. સ્વાભિમાન, સન્માન ઔર સ્વતંત્રતા કી કહાની લેકર. 'તાલી' - બજાયેંગે નહિં, બજવાયેંગે.'' આ એક બાયોગ્રાફિકલ ડ્રામા ટીવી સિરીઝ છે. સુષ્મિતા સેન ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતની ભૂમિકામાં જોવા મળશે.
Taali Trailer Release: સુષ્મિતા સેન સ્ટારર 'તાલી'નું ટ્રેલર આઉટ, Jio Cinema પર સ્ટ્રીમિંગ થશે - તાલીનું ટ્રેલર રિલીઝ
બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી સુષ્મિતા સેન સ્ટારર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સુષ્મિતાએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફિલ્મના ટ્રેલરની અપડેટ શેર કરી છે. આ ફિલ્મ જીઓ સિનેમા પર સ્ટ્રીમિંગ કરવામાં આવશે. જુઓ અહિં 'તાલી' ફિલ્મનું ટ્રેલર.
તાલીનું ટ્રેલર રીલીઝ: ટ્રેલરની શરુઆતમાં સુષ્મિતા સેન તેમના પાત્રમાં કહે છે, ''નમસ્કાર મે ગૌરી. યે કહાની મેરે જૈસે કઈ લગો કી હૈ. ક્યું કી યે ગૌરી ભી કભી ગણેશ થા.'' ત્યાર બાદ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોનુ દ્રશ્ય સામે આવે છે. દ્રશ્યમાં ટીચર અભ્યાસ દરમિયાન કહે છે, ''એ ગણેશ બડે હોકર ક્યા બનોગે. ત્યારે ગણેશ કહે છે મુજે માં બનના હૈ.'' ત્યાર બાદ ટીચરે જે જે જવાબ આપ્યો તે જાણવા માટે જુઓ ટ્રેલર. તાલી એ જીઓ સિનેમા પર તારીખ 15 ઓગસ્ટના રોજ ફ્રીમાં સ્ટ્રીમિંગ થશે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ: તાલી એ TV સિરીઝ છે, જે રવિ જાઘવ દ્વારા નિર્દેશિત છે. અર્જુન સિંહ બરન અને કાર્તિક ડી નિશાનદાર દ્વારા નિર્મિત છે. આ ફિલ્મની સ્ટોરી ક્ષિતિજ પટવર્ધન દ્વારા લખવામાં આવી છે. આ સિરીઝમાં સુષ્મિતા સેન ઉપરાંત અંકુર ભાટિયા, ઐશ્વર્યા નારકર, હેમાંગી કવિ, કુતિકા દેવ અને સુવ્રત જોષી સામેલ છે. આ સિરીઝની સ્ટોરી ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતના જીવન અને સંઘર્ષ પર આધારિત છે.