સુરત : સની દેઓલના પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી ચર્ચાનો વિષય બની છે. પુત્રના લગ્ન પર સની દેઓલે ખાસ મહેંદી લગાવી છે. હાલ સની દેઓલની આ મેંહદી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને તેની પ્રશંસા પણ કરવામાં આવી રહી છે. તેઓએ સર્વ ધર્મ સમભાવનો સંદેશ આપતી મહેંદી લગાવી છે. સની દેઓલના 'ઢાઈ કિલો કે હાથ' પર મહેંદી લગાવનાર મહેંદી આર્ટિસ્ટ કોઈ અન્ય નહીં પરંતુ સુરતની નિમિષા પારેખ છે.
Sunny Deol Mehndi: સની દેઓલના ઢાઈ કિલોના હાથ પર મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ, લોકોએ કરી પ્રસંશા - સની દેઓલ મહેંદી
પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી થઈ વાયરલ થઈ છે. ઢાઈ કિલો કે હાથ' પર સર્વ ધર્મ સમભાવની મહેંદી લગાવનાર આર્ટિસ્ટ સૂરતની નિમિષા પારેખ છે, જેની ખુબજ પ્રસંસા થઈ રહી છે. હાલમાં ધર્મેન્દ્રના પૌત્ર અને સની દેઓલના પુત્ર કરણ લગ્ન કરવા જઈ રહ્યાં છે. આ દરમિયાન સંગીત સેરેમની પણ રાખવામાં આવી હતી. જેમાં દર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલે જોરદાર ડાન્સ કર્યો હતો.
મહેંદી આર્ટિસ્ટ નિમિષા: દેઓલ પરિવારમાં ખુશીની લાગણી છે. કારણ કે, કરણ દેઓલ લગ્ન કરવા જઈ રહ્યા છે. કરણના મહેંદી સેરેમનીમાં પરિવારના તમામ સભ્યોએ હાથમાં મહેંદી લગાવી હતી અને પરિવારના તમામ સભ્યોને મહેંદી લગાવનાર સુરતની મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ છે. નિમિષા ઇન્ટરનેશનલ મહેંદી આર્ટિસ્ટ છે. નિમિષા પારેખે મહેંદીને 30 વર્ષ આપ્યા છે. કારણ છે કે, મહત્વના ગણાતા મહેંદી સેરીમનીમાં મહેંદી માટે દેઓલ પરિવારે નિમિષાને આમંત્રણ આપ્યું હતું. નિમિષા ખાસ પોતાના હાથથી નેચરલ મહેંદી બનાવે છે. તેઓ 70 દેશોમાં મહેંદી એક્સપર્ટ તરીકે જાણીતા છે. નિમિષા થી મહેંદી શીખવા માટે દેશ-વિદેશમાંથી તેમને આમંત્રણ પણ મળે છે.