ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

'ગદર'ની સિક્વલ ફિલ્મ રીલિઝ નહીં થાય, પ્રોડ્યુસરે પહેલા ભાગને લઈ કર્યો નિર્ણય - Gadar 2 movie news

ગદર 2 ફિલ્મના નિર્માતાઓએ 'ગદર 2' પહેલા 'ગદર: એક પ્રેમ કથા' રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. બોલિવૂડના પાવરફુલ એક્ટર સની દેઓલ (Sunny Deol Gadar 2)ની બહુપ્રતિક્ષિત ફિલ્મ ગદર 2નો ફર્સ્ટ લૂક (Gadar 2 First Look) સામે આવ્યો હતો. સની ફરી એકવાર 'તારા સિંહ'ની સ્ટાઈલમાં ગર્જના કરતો જોવા મળશે. આ સાથે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મને લઈ જે મોટો નિર્ણય લિધો છે તેના પર એક નજર કરીએ.

ગદર 2ના નિર્માતાઓએ મોટો નિર્ણય લીધો છે
ગદર 2ના નિર્માતાઓએ મોટો નિર્ણય લીધો છે

By

Published : Jan 12, 2023, 11:49 AM IST

હૈદરાબાદ: 'ગદર 2 ફિલ્મનાનિર્માતાઓએ 'ગદર 2' પહેલા 'ગદર: એક પ્રેમ કથા' રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. જેથી દર્શકો ફરી એકવાર આખી વાર્તા જોઈ અને સમજી શકે.ફિલ્મ ગદરના તારા સિંહ (ગદર) તરીકે પરત ફર્યો છે. ગદર 2નો સની દેઓલનો ફર્સ્ટ લુક (Gadar 2 First Look) સામે આવ્યો હતો. આ વખતે સની દેઓલ બળદગાડાનું વ્હીલ ઉપાડતો જોવા મળશે. પરંતુ તેના પહેલાની ફિલ્મમાં હાથમાં હેન્ડપંપ છે. આ સાથે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મને લઈ જે મોટો નિર્ણય લિધો છે તેના પર એક નજર કરીએ.

આ પણ વાંચો:ARUN GOVIL BIRTHDAY: જાણો રામાયણના રામ આ દિવસોમાં ક્યાં અને શું કરી રહ્યા છે

સની દેઓલની દમદાર સ્ટાઈલ: 'ગદર 2'નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મ અનિલ શર્મા દ્વારા નિર્દેશિત છે. ક્લિપમાં જોઈ શકાય છે કે, સની દેઓલ બળદગાડાનું પૈડું પકડી રહ્યો છે. પહેલી ફિલ્મમાં સની હેન્ડપંપ ઉખાડતો જોવા મળ્યો હતો. તેનો એ સીન અને આ ફિલ્મના ડાયલોગ આજે પણ લોકોના મોઢેથી સાંભળવા મળે છે. આવી સ્થિતિમાં સનીનો એ જ જોરદાર અંદાજ ફરી એકવાર 'ગદર 2'માં જોવા મળશે. આ જ કારણ છે કે, ફિલ્મને લઈને ઉત્સુકતા બમણી થઈ ગઈ છે. 'ગદર 2' 100 કરોડ રૂપિયાના બજેટમાં બની છે.

ગદર 2 પહેલા ગદર: એક પ્રેમ કથા થશે રિલીઝ, નિર્માતાઓએ લીધો નિર્ણય

2001માં ગદર હિટ રહી હતી:ઉલ્લેખનીય છે કે, વર્ષ 2001માં અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ગદર'માં સની દેઓલ સાથે અમીષા પટેલ મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી. 'ગદર: એક પ્રેમ કથા' એ વર્ષ 2001માં રિલીઝ થઈ ત્યારે રેકોર્ડ કમાણી કરી હતી. જ્યારે આમિર ખાનની 'લગાન' પણ એ જ વર્ષે અને એ જ દિવસે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અનિલના પુત્ર ઉત્કર્ષ શર્માએ સની અને અમીષાના પુત્રની ભૂમિકા ભજવી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, 'ગદર 2'માં આ જ પરિવાર ફરી જોવા મળી શકે છે.

ગદર 2 પહેલા ગદર: એક પ્રેમ કથા થશે રિલીઝ, નિર્માતાઓએ લીધો નિર્ણય

આ પણ વાંચો:PM મોદીએ ગોલ્ડન ગ્લોબ્સ 2023 જીતનાર RRR ટીમને પાઠવ્યા અભિનંદન

ગદર 2 રિલીઝ ડેટ:ગદર: એક પ્રેમ કથા' ફિલ્મ તે એ જ દિવસે રિલીઝ થશે, જ્યારે તે 22 વર્ષ પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફરી એકવાર સકીના અને તારા સિંહનો રોમાન્સ સ્ક્રીન પર જોવા મળશે. નિર્માતાઓએ ગદર: એક પ્રેમ કથા' ફિલ્મને 'ગદર 2' પહેલા સિનેમાઘરોમાં તારીખ 15મી જૂન 2023ના રોજ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત ગદર એક પ્રેમ કથા તે એ જ દિવસે રિલીઝ કરવામાં આવશે, જે પહેલા વર્ષ 2001માં રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે 'ગદર 2' તારીખ 11મી ઓગસ્ટે રિલીઝ થશે. નિર્માતાઓના મતે આનાથી દર્શકોમાં ફિલ્મ વિશે યાદ રાખવાની કિંમત જળવાઈ રહેશે.

ABOUT THE AUTHOR

...view details