મુંબઈઃ વિવાદાસ્પદ ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' તેના શરૂઆતના દિવસથી જ બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે. આ ફિલ્મ તારીખ 5 મેના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાને એક અઠવાડિયું થઈ ગયું છે. આ ફિલ્મે એક અઠવાડિયામાં 70 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. સુદીપ્તો સેન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે 8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ફિલ્મનું કુલ કલેક્શન: હવે ફિલ્મની કમાણી માત્ર 7 દિવસમાં એટલી થઈ ગઈ છે કે, આવનારા બે દિવસમાં ફિલ્મ 100 કરોડનો આંકડો સરળતાથી પાર કરી જશે. અહીં ફિલ્મને લઈને જેટલો વિવાદ વધી રહ્યો છે તેટલા જ લોકો ફિલ્મ જોવા માટે થિયેટરોમાં દોડી રહ્યા છે. આવો જાણીએ ફિલ્મનું કુલ કલેક્શન કેટલું હતું અને ફિલ્મે 7મા દિવસે કેટલી કમાણી કરી, તે અંગેની અહિં માહિતી મેળવીએ.
આ પણ વાંચો:
- Raha Kapoor privacy: આલિયા ભટ્ટ દીકરીની પ્રાઈવસીની રક્ષા માટે મક્કમ, જાણો શું કહ્યું ગંગુબાઈએ
- TMKOC: હવે આ અભિનેત્રીએ છોડ્યો શો, નિર્માતા અસિત મોદી પર લગાવ્યો આરોપ
- Rema: કમ ડાઉન સિંગર ચાહકોને પ્રભાવિત કરશે, ઓસ્કાર વિજેતા ગીત 'નાટુ નાતુ' પર કરશે ડાન્સ
બોક્સ ઓફિસ કલેક્શન: 'ધ કેરાલા સ્ટોરી'ની કમાણી દિવસેને દિવસે વધી રહી છે. હવે સાતમા દિવસની કમાણીની વાત કરીએ તો કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મે સાતમા દિવસે બોક્સ ઓફિસ પર 12.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મની શરૂઆત 8 કરોડ રૂપિયાથી થઈ હતી અને ફિલ્મ ઝડપથી આગળ વધી રહી છે. ફિલ્મનું કુલ કલેક્શન હવે 80.86 કરોડ રૂપિયા થઈ ગયું છે. તારીખ 11 મેના રોજ 31.45 ટકા પ્રેક્ષકોએ સિનેમાઘરોમાં ફિલ્મ જોઈ હતી.
ફિલ્મના કલેક્શનમાં વધારો: એવું કહેવું ખોટું નહીં હોય કે, ફિલ્મ તેના બીજા વિકેન્ડમાં સરળતાથી 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી જશે. શનિવાર તારીખ 13 મે અને 14 મે રવિવારના રોજ ફિલ્મના કલેક્શનમાં મોટો વધારો થવાનો છે. આવી સ્થિતિમાં ફિલ્મ સોમવારથી બોક્સ ઓફિસ પર તેના 100 કરોડ રૂપિયાથી વધુના આંકડા રજૂ કરવાનું શરૂ કરશે.