ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

The kashmir Files: 'ધ કાશમીર ફાઇલ્સ'નો જાદુ યથાવત, અનુપમ ખેરની કરવામાં આવી રહી છે પૂજા - Social Media

અનુપમ ખેરે સોશિયલ મીડિયા (Social Media) પર એક વિડિયો શેર કરીને જણાવ્યું છે, જ્યારથી 'ધ કાશ્મીર ફાઇલ' (The kashmir Files) રિલીઝના થોડા દિવસો બાદથી કેટલાક પંડિતો આવે છે અને પૂજા કરે છે અને કંઈપણ પૂછ્યા વગર જતા રહે છે.

The kashmir Files: 'ધ કાશમીર ફાઇલ્સ'નો જાદુ યથાવત, અનુપમ ખેરની કરવામાં આવી રહી છે પૂજા
The kashmir Files: 'ધ કાશમીર ફાઇલ્સ'નો જાદુ યથાવત, અનુપમ ખેરની કરવામાં આવી રહી છે પૂજા

By

Published : Mar 31, 2022, 1:22 PM IST

ન્યૂઝ ડેસ્ક:11 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The kashmir Files) હજુ પણ ચર્ચામાં છે. વિદેશમાં પણ આ ફિલ્મની ચર્ચા થઈ રહી છે. આ સંજોગોમાં ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અભિનેતા અનુપમ ખેર દરરોજ હેડલાઇન્સમાં છે. દેશમાં એક વર્ગ અનુપમના જોરદાર વખાણ પણ કરી રહ્યા છે. હવે અભિનેતાના લાઈમલાઈટમાં આવવાનું કારણ એક વીડિયો છે, જે અભિનેતાએ સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યો છે. વીડિયો દ્વારા અભિનેતાએ જણાવ્યું છે કે આ દિવસોમાં તેની સાથે શું થઈ રહ્યું છે.

અનુપમ ખેર સાથે થયું આવુ: અનુપમ ખેરે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે પંડિત મંત્રોચ્ચાર કરી રહ્યા છે અને અનુપમ ખેરને ફૂલોની માળા પહેરાવી રહ્યા છે. અનુપમ ખેરને ભગવાનની જેમ પૂજવામાં આવી રહ્યા છે. અનુપમે ફિલ્મમાં કાશ્મીરી પંડિત પુષ્કરનાથ પંડિતનું પાત્ર ભજવ્યું છે.

આ પણ વાંચો:Abhishek Bachhan Upcoming movie: અભિષેક બચ્ચને પૂરું કર્યું આગ્રા જેલના કેદીઓને આપેલું વચન

અનુપમ ખેરે કહ્યું...અનુપમ ખેરે આ વીડિયો શેર કરી લખ્યું છે, "છેલ્લા કેટલાક દિવસોથી અથવા તો #TheKashmirFiles રિલીઝ થયાના થોડા દિવસો પછી, દર ત્રીજા-ચોથા દિવસે એક પંડિત અથવા પૂજારી મારા ઘરની નીચે આવે છે અને પૂજા કરે છે અને કંઈપણ માગ્યા વિના જતા રહે છે. તેમના આશીર્વાદ માટે હું આભારી છું. હર હર મહાદેવ આ સાથે તેણે 'કુછ ભી હોતા શક્તા હૈ' શબ્દને હેશ-ટેગ કર્યો છે".

જાણો ફિલ્મની આ ખાસ વાત: આ ફિલ્મને લઈને દેશમાં હોબાળો મચી ગયો છે. એક તરફ કેટલાક લોકો કહી રહ્યા છે કે આ કામ મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવા માટે કરવામાં આવી રહ્યું છે, જ્યારે બીજો વર્ગ કહી રહ્યો છે કે કાશ્મીરી પંડિતોના નરસંહારની આ વાર્તાને અત્યાર સુધી કેમ છુપાવવામાં આવી છે. તેઓ ખુલ્લેઆમ ફિલ્મને સમર્થન આપી રહ્યા છે.

આ પણ વાંચો:Rimi sen Fraud Case: 'ધૂમ' ફેમ રિમી સેનને લાગ્યો કરોડોનો ચૂનો, અભિનેત્રીએ ઠોક્યો કેસ

ABOUT THE AUTHOR

...view details