ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

મહેશ બાબુના પિતાના માનમાં આજે ટોલીવુડમાં બંધનું એલાન, તમામ શૂટિંગ કેન્સલ

તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પીઢ અભિનેતા કૃષ્ણાના આદરના ચિહ્નરૂપે આજે (તારીખ 16 નવેમ્બર) ટોલીવુડમાં કામ બંધ (Telugu film industry closed) રહેશે. સુપરસ્ટાર કૃષ્ણાના અંતિમ સંસ્કાર (South actor Krishna passed away) તારીખ 16 નવેમ્બરે મહાપ્રસ્થાનમમાં કરવામાં આવશે. તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવના નિર્દેશો અનુસાર તેમના સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Etv Bharatમહેશ બાબુના પિતાના માનમાં આજે ટોલીવુડમાં બંધનું એલાન, તમામ શૂટિંગ કેન્સલ
Etv Bharatમહેશ બાબુના પિતાના માનમાં આજે ટોલીવુડમાં બંધનું એલાન, તમામ શૂટિંગ કેન્સલ

By

Published : Nov 16, 2022, 3:17 PM IST

હૈદરાબાદ:પીઢ ટોલીવુડ અભિનેતા કૃષ્ણાનું મંગળવારે (તારીખ 14 નવેમ્બર) ના રોજ મૃત્યુથી દક્ષિણ ફિલ્મ ઉદ્યોગને મોટો આઘાત લાગ્યો છે. કૃષ્ણાનું 79 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું (South actor Krishna passed away) હતું. કૃષ્ણા સુપરસ્ટારમહેશ બાબુના પિતા હતા. જેમને ટોલીવુડના રાજકુમાર કહેવામાં આવતા હતા. આ સંદર્ભમાં તેલુગુ ફિલ્મ પ્રોડ્યુસર્સ કાઉન્સિલે કૃષ્ણને સન્માન આપીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કાઉન્સિલના જણાવ્યા અનુસાર ટોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ તારીખ 16 નવેમ્બરે બંધ થઈ (Telugu film industry closed) જશે.

તેલુગુ ફિલ્મ ઉદ્યોગ બંધ:કાઉન્સિલે આ માહિતી એક સત્તાવાર પત્ર દ્વારા આપી છે, જે ટ્વિટર પર શેર કરવામાં આવી છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, દિગ્ગજ દિવંગત અભિનેતા કૃષ્ણાના સન્માનમાં તારીખ 16 નવેમ્બરે ટોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ કામ નહીં થાય. જેમાં શૂટિંગથી લઈને પ્રોડક્શન સુધીનું તમામ કામ સામેલ છે.

શ્રદ્ધાંજલિ:પ્રારંભિક અહેવાલો અનુસાર, સુપરસ્ટારકૃષ્ણાના પાર્થિવ દેહને હૈદરાબાદના ગચીબોવલી સ્ટેડિયમમાં રાખવાનો હતો. જેથી ચાહકો દિવંગત સુપરસ્ટારને શ્રદ્ધાંજલિ આપી શકે. પરંતુ હવે તાજા સમાચાર અનુસાર આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને કૃષ્ણ ગારુના પાર્થિવ દેહને તેમના નાનકરામગુડા નિવાસસ્થાને રાખવામાં આવશે. સુપરસ્ટાર કૃષ્ણાના અંતિમ સંસ્કાર તારીખ 16 નવેમ્બરે મહાપ્રસ્થાનમમાં કરવામાં આવશે. તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવના નિર્દેશો અનુસાર તેમના સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

અભિનેતા કૃષ્ણાનું નિધન:નોંધનીય છે કે, મહેશ બાબુના પિતા કૃષ્ણા છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા. આવી સ્થિતિમાં, રવિવારે રાત્રે 2 વાગ્યે કૃષ્ણને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને તે સમયે તેમને હાર્ટ એટેક પણ આવ્યો હતો. ઉતાવળમાં મહેશ બાબુની પત્ની નમ્રતા શિરોડકર સસરા ક્રિષ્નાને ગચીબાઉલમાં આવેલી કોન્ટિનેન્ટલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઇમરજન્સી વોર્ડમાં તેમને સીપીઆર આપ્યા પછી ડૉક્ટરોએ તેમને આઈસીયુમાં ખસેડ્યા હતા, પરંતુ અંતે ડૉક્ટરોએ પણ જવાબ આપ્યો. કૃષ્ણના નિધનના સમાચારથી દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી અને દક્ષિણના સ્ટાર્સ તેમના અંતિમ દર્શન માટે તેમના ઘરે ઉમટી પડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details