આંધ્રપ્રદેશ: સુપરસ્ટાર રજનીકાંતે (Superstar Rajinikanth) ગુરુવારે અહીં તિરુમાલાની ટોચ પર આવેલા શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી (Superstar Rajinikanth at Tirumala temple) હતી. તેમની પુત્રીઐશ્વર્યા સાથે અભિનેતાએ સુપ્રભાત સેવામાં ભાગ લીધો હતો. તેઓએ વિવિધ ધાર્મિક વિધિઓ કરી હતી. બાદમાં તેઓને રંગનાયકુલા મંડપમ ખાતે વેદ આશિર્વચનમ આપવામાં આવ્યું હતું.
અભિનેતાનું કર્યુ સ્વાગત: અગાઉ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD), જે પહાડી મંદિરની બાબતોનું સંચાલન કરે છે, ના અધિકારીઓએ રજનીકાંત અને ઐશ્વર્યાનું મંદિરના મુખ્ય દ્વાર પર આગમન પર સ્વાગત કર્યું હતું. પિતા અને પુત્રીની જોડી બુધવારે મંદિરના નગરમાં આવી પહોંચી હતી. આ સાથે રાત્રિના વિરામ બાદ વહેલી સવારે દર્શન કર્યા હતા.
મંદિર અને દરગાહની મુલાકાત: રજનીકાંત 72 વર્ષના થયાના 3 દિવસ પછી મંદિરમાં ગયા હતા. તેમની પુત્રી સાથે મંદિરની મુલાકાતના વિઝ્યુઅલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. બાદમાં સુપરસ્ટાર કડપા ખાતે પેડા દરગાહની મુલાકાત લેશે. તેઓ તેમની પુત્રી સાથે અમીન પીરની દરગાહમાં પ્રાર્થના કરશે, જે પેડા દરગાહ તરીકે પણ જાણીતી છે.
વર્ક ફ્રન્ટ: વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રજનીકાંત હાલમાં નેલ્સન દિલીપકુમારની 'જેલર'નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ વર્ષ 2023ના પહેલા ભાગમાં સ્ક્રીન પર આવવાની સંભાવના છે. તેઓ તેમની પુત્રી ઐશ્વર્યાની આગામી ફિલ્મ લાલ સલામમાં પણ એક નાનકડી ભૂમિકા ભજવી રહ્યા છે. રજનીકાંત જે છેલ્લે અન્નત્તે (વર્ષ 2021)માં જોવા મળ્યા હતા. તેમણે તાજેતરમાં લાયકા પ્રોડક્શન્સ સાથે 2 ફિલ્મનો કરાર કર્યો હતો. તેમની આગામી ફિલ્મનું નામ સિબી ચક્રવતી અથવા દેશિંગ પેરિયાસામી હોવાની શક્યતા છે.
ARરહેમાને દરગાહની મુલાકાત લીધી: આ ઉપરાંત રજનીકાંત અને પ્રખ્યાત સંગીત નિર્દેશક AR રહેમાને તેમના પરિવાર સાથે કડપાની મોટી દરગાહની મુલાકાત લીધી. દરગાહના પ્રતિનિધિઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. સેલિબ્રિટીઝના આગમનને લઈને પોલીસે મોટી દરગાહની આસપાસના વિસ્તારોમાં ભારે સુરક્ષા વ્યવસ્થા કરી છે.