ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Khufiya Trailer Release: તબ્બુ-અલી ફઝલ સ્ટારર 'ખુફિયા'નું ટ્રેલર આઉટ, જાણો ક્યારે ફિલ્મ રિલીઝ થશે - તબ્બુ સ્ટારર ખુફિયાની રિલીઝ ડેટ

બોલિવુડ એક્ટ્રેસ તબ્બુ, અલી ફઝલ અને વામિકા ગબ્બી સ્ટારર ફિલ્મ 'ખુફિયા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જે એકદમ આશ્ચર્યજનક લાગે છે અને છેતરપિંડી પર આધારિત આ સ્પાય થ્રિલર ફિલ્મ છે. 'ખુફિયા' OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર તારીખ 5 ઓક્ટોમ્બરે રિલીઝ થશે.

તબ્બુ-અલી ફઝલ સ્ટારર 'ખુફિયા'નું ટ્રેલર આઉટ, જાણો ક્યારે ફિલ્મ રિલીઝ થશે
તબ્બુ-અલી ફઝલ સ્ટારર 'ખુફિયા'નું ટ્રેલર આઉટ, જાણો ક્યારે ફિલ્મ રિલીઝ થશે

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 2:25 PM IST

મુંબઈ: દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની નેટફ્લિક્સ ફિલ્મ 'ખુફિયા'નું ટ્રેલર તારીખ 18 સપ્ટેમ્બરે રિલીઝ થઈ ગયું છે. તબ્બુ, અલી ફઝલ, વામિકા ગબ્બી, આશિષ વિદ્યાર્થી અને અજમેરી હક બધોન સ્ટારર 'ખુફિયા' સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. તેનું નિર્દેશન વિશાલ ભારદ્વાજે કર્યું છે. વિશાલ ભારદ્વાજ દ્વારા નિર્દેશિત તબ્બુ અને અલી ફઝલની 'ખુફિયા' તારીખ 5 ઓક્ટોમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની તૈયારીમાં છે.

ખુફિયા ફિલ્મનું ટ્રેલર રિલીઝ:ફિલ્મની રિલીઝ પહેલા ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં ખુફિયા, પ્રેમ, વફાદારી, બદલો અને છેતરપિંડી પર આધારિત સ્ટોરી છે. ખુફિયા પર દિગ્દર્શક વિશાલ ભારદ્વાજે કહ્યું છે કે, ''હું જાસુસીની દુનિયાથી આકર્ષિત રહ્યો છું. આ ફિલ્મે મને ફરી એકવાર તબ્બુ સાથે કામ કરવાની તક આપી છે. આ ઉપરાંત બે પ્રતિભાશાળી કલાકારો અલી ફઝલ અને વામિકા ગબ્બી સાથે પહેલીવાર કામ કરવાની તક આપી છે.''

અભિનેત્રી તબ્બુએ પોતાની ખુશી વ્યક્ત કરી છે:RAW એજન્ટની ભૂમિકા ભજવવા વિશે વાત કરતાં તબ્બુએ કહ્યું હતું કે, ''હું મારા પ્રિય નિર્દેશક વિશાલ ભારદ્વાજ સાથે કામ કરીને ખુબ જ ખુશ છું. હૈદર અને મકબૂલ અમે ફરી ત્રીજી વખત સાથે કામ કરી રહ્યા છીએ. તારીખ 5 ઓક્ટોમ્બરે નેટફ્લિક્સ પર ખુફિયા જોવા માટે તૈયાર થઈ જાઓ.'' વિશાલે કહ્યું હતું કે, ''હું 190 દેશોના દર્શકોને આ સ્ટોરી બતાવવા માટે રાહ જોઈ શકતો નથી.''

તબ્બુ-ભારદ્વાજ ફરી એકવાર સાથે જોડાયા: 'ખુફિયા' એ વિશાલ ભારદ્વાજની એક સ્પાય થ્રિલર ફિલ્મ છે. જે વિશાલ અને તબ્બુની પાવરહાઉસ જોડીને ફરીથી જોડે છે. તેમાં અલી ફઝલ, વામિકા ગબ્બી અને આશિષ વિદ્યાર્થી જેવા પ્રતિભાશાળી કલાકારો પણ સામેલ છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી તબ્બુએ સોશિયલ મીડિયા પર ટ્રેલર શેર કરીને લખ્યું છે કે, ''અહીં હથિયારોના સ્વરુપ અલગ અલગ છે અને યુદ્ધ છે ખુફિયા. તારીખ 5 મી ઓક્ટોમ્બરે Netflix પર સ્ટ્રીમ થશે.''

  1. Ganesh Chaturthi 2023: સેલેબ્સ પોતાના અંદાજમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યા છે, જુઓ વીડિયો
  2. Asia Cup 2023 Final: એશિયા કપમાં બોલિંગનો જાદુ બતાવનાર મોહમ્મદ સિરાજને શ્રદ્ધા કપૂરનો પ્રશ્ન, જાણો શું કહ્યું ?
  3. Jawan Box Office Collection Day 12: 'જવાન'ની રફ્તાર બરકરાર, ટૂંક સમયમાં દુનિયાભરમાં વગાડશે ડંકો

ABOUT THE AUTHOR

...view details