ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Swara Bhasker Viral Tweet: સ્વરા ભાસ્કરે તેના પતિ ફહાદને 'ભાઈ' કહ્યો, યુઝર્સ દ્વારા થઈ ટ્રોલ - સ્વરા ભાસ્કર ટ્વિટ

સ્વરા ભાસ્કર અને ફહાદ અહમદના કોર્ટ મેરેજ તારીખ 6 જાન્યુઆરીના રોજ થઈ ગયાં તે સૌ કોઈ જાણે છે. તારીખ 2 ફેબ્રુઆરીએ ફહાદનો જન્મ દિવસ હતો. પતિ ફહાદના જન્મ દિવસ પર પત્નિ સ્વરાએ એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં પતિને 'ભાઈ' તરીકે સંબોધન કર્યું છે. આ ટ્વીટને લઈ ફહાદની પત્નિ સ્વરા ચર્ચામાં છે. આ દરમિયાન તેમને ટ્રોલ કરવામાં આવી રહી છે. જાણો અહિં સમગ્ર ઘટના.

Swara Bhasker Viral Tweet, સ્વરા ભાસ્કરે તેના પતિ ફહાદને ભાઈ કહ્યો, યુઝર્સ દ્વારા થઈ ટ્રોલ
Swara Bhasker Viral Tweet, સ્વરા ભાસ્કરે તેના પતિ ફહાદને ભાઈ કહ્યો, યુઝર્સ દ્વારા થઈ ટ્રોલ

By

Published : Feb 17, 2023, 4:27 PM IST

મુંબઈઃસ્વરા ભાસ્કર અને ફહાદ અહમદે તારીખ 6 જાન્યુારીના રોજ કોર્ટ મેરેજ કર્યા હતાં. આ નવપરણિત દંપતિએ પતિપત્નિનો દરજ્જો મેળવ્યો છે. હવે સ્વરા અને ફહાદ બન્નેના લગ્ન થયાં તે જગજાહેર છે. લગ્ન થઈ ગયા બાદ તારીખ 2 ફેબ્રુઆરીએ ફહાદનો જન્મ દિવસ હતો. આ જન્મ દિવસ પર સ્વરાએ પતિ ફહાદને અભિનંદન પાઠવતા એક ટ્વિટ કર્યું હતું . આ ટ્વિટમાં તેમણે પોતાના પતિને ભાઈ કહીને સંબોધન કર્યું હતું. આ વાતને લઈ યુઝર્સ સ્વરાને ટ્રોલ કરી રહ્યાં છે.

આ પણ વાંચો:Adipurush New Trailer: સૈફ અલિ ખાનનો નવો અવતાર, ટ્રેલર જોઈને માની નહીં શકો આવું

સ્વરા ભાસ્કર ભાઈનું વાયરલ ટ્વિટ: બોલિવૂડની બેસ્ટ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પણ લગ્ન કર્યા બાદ સેટલ થઈ ગઈ છે. અભિનેત્રીએ કોઈ બોલિવૂડ સ્ટાર કે બિઝનેસ ટાયકૂનને પસંદ નથી કર્યા પરંતુ એક રાજનેતાને પોતાનો જીવનસાથી બનાવ્યો છે. સ્વરાએ તારીખ 6 જાન્યુઆરી 2023ના રોજ સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. આ પછી હવે આગલા દિવસે તારીખ 16 ફેબ્રુઆરીએ એક વીડિયો શેર કરીને ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા હતાં. અભિનેત્રીએ કોર્ટમાં સગાઈ પણ કરી લીધી છે, જ્યાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. આ દરમિયાન સ્વરાની આવી જ એક ટ્વીટ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. જેમાં અભિનેત્રીએ સૈયાન ફહાદને 'ભાઈ' કહીને બોલાવ્યા છે. હવે આ વાત પર અભિનેત્રીને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.

જન્મદિવસની શુભેચ્છા ફહાદ ભાઈ:આ ટ્વીટ તારીખ 2 ફેબ્રુઆરી 2023ની છે, જેમાં સ્વરા પતિ ફહાદને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહી છે અને તેને ભાઈ કહી રહી છે. સ્વરા અને ફહાદે તારીખ 6 જાન્યુઆરી 2023ના રોજ લગ્ન કરીને પતિ-પત્નીનો દરજ્જો મેળવ્યો હતો. એક મહિનાની અંદર ફહાદનો જન્મદિવસ 2 ફેબ્રુઆરી 2023ના રોજ હતો. આ અવસર પર સ્વરાએ ટ્વિટ પર અભિનંદન આપ્યા અને લખ્યું, ''જન્મદિવસની શુભેચ્છા ફહાદ મિયાં, ભાઈનો આત્મવિશ્વાસ અકબંધ રહે, ખુશ રહો, સેટલ રહો. હવે લગ્નની ઉંમર થઈ રહી છે. તમારો જન્મદિવસ વિશેષ અને શુભ વર્ષ હોય.''

આ પણ વાંચો:Fahad Ahmad Love Story: સ્વરા અને ફહાદ બિલાડીને કારણે ભેગા થયા, ગજબની લવસ્ટોરી

સ્વરા મૂશ્કેલીમાં મુકાઈ: શું તમે નોંધ્યું છે કે, લગ્ન પછી પણ સ્વરાએ સયાન ફહાદને તેના જન્મદિવસ પર 'ભાઈ' કહીને શુભેચ્છા પાઠવી હતી. કદાચ તે સમયે સ્વરા તેના લગ્નને લઈને કમ્ફર્ટેબલ ફીલ કરતી ન હતી. પરંતુ સૈયાને ભાઈ તરીકે બોલાવવી અભિનેત્રી માટે મુશ્કેલી બની ગઈ છે. કારણ કે, હવે યુઝર્સ તેમને છોડી રહ્યાં નથી. સ્વરાનું આ વાઈરલ ટ્વીટ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે અને જે કોઈ પણ આ ટ્વીટ વાંચી રહ્યું છે તે અભિનેત્રી પર ટિપ્પણી કરવાનું ભૂલતા નથી. એક યુઝરે લખ્યું છે કે, 'વાહ, પહેલા ભાઈ. પછી સંઈયા'. અન્ય એક યુઝરે લખ્યું, 'હું સ્વરાને તેના ભાઈ સાથે લગ્ન કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું'. અહીં એક યુઝરે લખ્યું છે, 'ઈસી કા ભાઈ. ઈસી કી જાન'. હવે સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર ઘણી મુશ્કેલીનો સામનો કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details