મુંબઈ:બોલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેનની વેબ રિલીઝ 'તાલી' આજે તારીખ 15 ઓગસ્ટે જિયો સિનેમા પર રિલીઝ કરવામાં આવી છે. તાજેતરમાં સુષ્મિતા સેને તેમના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે. ''ગૌરી આ ગયી હૈ'' હકીકતમાં સુષ્મિતા સેન આ ફિલ્મમાં ટ્રન્સજેન્ડરની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ સ્વતંત્રતાના અવસરે OTT પ્લેટફોર્મ jio સિનેમા પર સ્ટ્રીમિંગ કરવામાં આવી છે.
Taali Streaming On Jio Cinema: સુષ્મિતા સેનની વેબ સિરીઝ 'તાલી' jio સિનેમા પર રિલીઝ - તાલી સ્વતંત્રતા દિવસ 2023 પર રિલીઝ
બોલિવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનની નવી વેબ સિરીઝ 'તાલી' સ્વતંત્રતા દિવસના અવસર પર jio સિનેમા પર રિલીઝ કરવામાં આવી છે. તાજેતરમાં સુષ્મિતાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 'તાલી'નો વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''ગણેશથી ગૌરી સુધીની સફર.''
'તાલી'માં ટ્રાન્સજેન્ડરનો સંઘર્ષ: સુષ્મિતા સેનની નવી વેબ સિરીઝ 'તાલી' સમાજમાં ટ્રાન્સજેન્ડરનો સંઘર્ષ દર્શાવે છે. વેબ સિરીઝના ટ્રેલરને ચાહકો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. 'તાલી'ની સ્ટોરી વાસ્તવિક જીવન પર આધારિત છે. આ એક એવા છોકરાની સ્ટોરી છે, જે પાછળથી ટ્રાન્સજેન્ડરનું જીવન અપનાવે છે. ત્યાર પછી તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ તે ડ્રાન્સજેન્ડરને થર્ડ જેન્ડરનું બિરુદ અપાવવ માટે છેલ્લી ઘડી સુધી લડાઈ લડે છે.
તાલી ફિલ્મના કલાકારો: ફિલ્મ 'તાલી'નો ફર્સ્ટ લુક રિલીઝ થતાં જ ચાહકોમાં ફિલ્મ જોવાની ઉત્સુક્તા ખુબ જ વધી ગઈ હતી. હવે રાહનો અંત આવતા જ ચાહકો ખુબ જ ખુશ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર 'તાલી'નો વીડિયો પોસ્ટ કરીને સુષ્મિતાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'અ જર્ની ફ્રોમ ગણેશ ટૂ ગૌરી એન્ડ ફાઈટ ફોર ઈન્ડિયાઝ થર્ડ જેન્ડર'. 'તાલી' ફિલ્મમાં સુષ્મિતા સેનની સાથે નીતિશ રાઠોડ, અંકુર ભાટિયા, ઐશ્વર્યા નારકર, કૃતિકા દેવ, શાન કક્કર પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સુષ્મિતા સેન ગૌરી સાવંતની ભૂમિકામાં જોવા મળશે. આ એક બાયોગ્રાફિ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ અર્જુન સિંહ બરન, કાર્તિક ડી નિશાનદાર દ્વારા નિર્મિત છે. આ ફિલ્મની વર્તા ક્ષિતિજ પટવર્ધને લખી છે.