ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Biopic Made in India: SS રાજામૌલીએ આગામી બાયોપિક 'મેડ ઈન્ડિયા' ફિલ્મનું કર્યું એલાન, જુઓ શાનદાર ઝલક - બાયોપિક મેડ ઈન્ડિયા

ઓસ્કાર વિજેતા 'RRR'ના નિર્દેશક SS રાજામૌલી હવે ફરી એક વાર બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ ચલાવવા માટે નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. તેમણે પોતાની આગામી ફિલ્મ 'મેડ ઈન ઈન્ડિયા'ની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ઈન્ડિયન સિનેમાની બાયોપિક છે.

SS રાજામૌલીએ આગામી બાયપિક 'મેડ ઈન્ડિયા' ફિલ્મનું કર્યું એલાન, જુઓ અહીં શાનદાર ઝલક
SS રાજામૌલીએ આગામી બાયપિક 'મેડ ઈન્ડિયા' ફિલ્મનું કર્યું એલાન, જુઓ અહીં શાનદાર ઝલક

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 1:11 PM IST

હૈદરાબાદ: 'બાહુબલી' અને 'RRR' જેવી વિરાટ અને મેગા બ્લોકબસ્ટર ફિલ્મ બનાવનારા સાઉથ ફિલ્મના દિગ્ગજ ડાયરેક્ટર SS રાજામૌલીના ચાહકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજામૌલી ફરી એક વાર ઈન્ડિયન સિનેમા પર રાજ કરવા જઈ રહ્યા છે. રાજામૌલીએ આજે તારીખ 19 સપ્ટેમ્બરના રોજ તેમની નવી ફિલ્મ 'મેડ ઈન ઈન્ડિયા'ની જાહેરાત કરી છે, જે ઈન્ડિયન સિનેમાની બાયોપિક છે. રાજામૌલીએ આ ફિલ્મની એક શાનદાર ઝલક પણ શેર કરી છે, જેમાં આ બાયોપિકની માહિતી રજુ કરવામાં આવી છે.

સ્ટોરી સાંભળ્યા બાદ રાજામૌલી ભાવુક થયા: રાજામૌલીએ પોતાના X અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકોને ગુડ ન્યૂઝ આપીને લખ્યું છે કે, ''જ્યારે મેં પ્રથમ વખત સ્ટોરી સાંભળી ત્યારે હું ભાવુક થઈ ગયો હતો. બાયોપિક બનાવવું અઘરુ છે, પરંતુ ફાધર ઈન્ડિયન સિનેમાના ઈતિહાસ વિશે કલ્પના કરવી એક પડકાર છે. અમારા છોકરાઓ તેના માટે તૈયાર છે. અત્યંત ગર્વ સાથે પ્રસ્તુત છે મેડ ઈન્ડિયા.''

જાણો આ બાયોપિકના નિર્દેશક કોણ છે:આ બાયોપિકની સ્ટોરી સાંભળ્યા બાદ રાજામૌલી ભાવુક થઈ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરુ કરી દીધુંં હતુંં. નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા ડાયરેક્ટર નિતિન કક્કડ આ બાયોપિક 'મેડ ઈન ઈન્ડિયા'ને બનાવી રહ્યા છે. નિતિને આ પહેલા 'ફિલ્મીસ્તાન', 'મિત્રો', 'નોટબુક' જેવી ફિલ્મનું નિર્દેશન કર્યું છે. ઈન્ડિયન સિનેમા પર બનવા જઈ રહેલી બાયોપિક 'મેડ ઈન ઈન્ડિયા'ના પ્રોડ્યુસર રાજામૌલીનો પુત્ર SS કાર્તિકેય છે.

જાણો ફિલ્મની સ્ટોરી વિશે: બાયોપિક મેડ ઈન ઈન્ડિયામાં ઈન્ડિયન સિનેમાના ઈતિહાસ અને વર્તમાન પર પ્રકાશ પાડવામાં આવશે. ઈન્ડિયન સિનેેમાની શરુઆતથી લઈને સફળ થવાની સ્ટોરી આ બાયોપિકમાં જોવા મળશે. રાજામૌલીની રજુઆત મુજબ, આ એક મેગ્નમ ઓપસ ફિલ્મ હશે, જે મોટા પાયે અસર છોડશે. રાજામૌલી આ બાયોપિકનું નિર્દેશન નહીં કરશે.

  1. Jaane Jaan Screening: વિજય વર્મા તમન્ના ભાટિયા 'જાને જાન' ફિલ્મની સ્ક્રીનિંગમાં એકસાથે જોવા મળ્યા, જુઓ વીડિયો
  2. Jawan Box Office Collection: શાહરુખની 'જવાન' 13માં દિવસે 500 કરોડનો આકડો કરશે પાર, ફિલ્મની કમાણીમાં ઘટાડો થવાની શક્યતા
  3. Vijay Antony Daughter Suicide: વિજય એન્ટોનીની 16 વર્ષની પુત્રીએ ચેન્નઈમાં કરી આત્મહત્યા, પોલીસ દ્વારા તપાસ ચાલુ

ABOUT THE AUTHOR

...view details