ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

SRKએ અડધી રાત્રે મળવા આવેલા ફેન્સને ગળે લગાવ્યો, ફેન્સે માન્યો આભાર - જતિન ગુપ્તા ટ્વિટર

શાહરુખ ખાનના એક ફેન્સે (Salman Khan fan) પોતાના ટ્વિટર પર એક પોસ્ટ કરીને જાણકારી આપી છે કે, તેઓ પોતાના મિત્રો સાથે અડધી રાત્રે શાહરુખ ખાનને મળવા માટે તેમના હોટલ પર (Salman Khan Greater Noida fan) ગયા હતા. ત્યાં આ સુપરસ્ટાર અભિનેતાએ તેમને ગળે લગાવીને પ્રેમ કર્યો હતો.

SRKએ અડધી રાત્રે મળવા આવેલા ફેન્સને ગળે લગાવ્યા, ફેન્સે માન્યો આભાર
SRKએ અડધી રાત્રે મળવા આવેલા ફેન્સને ગળે લગાવ્યા, ફેન્સે માન્યો આભાર

By

Published : Jan 13, 2023, 11:52 AM IST

ન્યૂઝ ડેસ્ક: શાહરુખ ખાનના એક ફેન્સે (Salman Khan fan) પોતાના ટ્વિટર પર એક પોસ્ટ કરીને જાણકારી આપી છે કે, તેઓ પોતાના મિત્રો સાથે અડધી રાત્રે શાહરુખ ખાનને મળવા માટે તેમના હોટલ (Salman Khan Greater Noida fan) પર ગયા હતા. ત્યાં આ સુપરસ્ટાર અભિનેતાએ તેમને ગળે લગાવીને પ્રેમ કર્યો હતો. આવો જ એક બીજો દાખલો છે, જે મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતા સલમાનના આ ફેને એક એવો દાખલો બેસાડ્યો છે કે, સલમાન ખુદ તેને મળવા ગયા હતા. સલમાનના આ પ્રશંસકે 1100 કિમીનું અંતર સાઇકલ દ્વારા કાપ્યું હતું.

આ પણ વાંચો:સફેદ રણમાં બોલીવૂડ પ્રમોશન, કાર્તિક આર્યન તારીખ 14મીના કચ્છના રણમાં પતંગ ઉડાડી કરશે ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન

શારુખ ખાનનો માન્યો આભાર: ટ્વિટર પર જતિન ગુપ્તા નામના યુઝરે શાહરુખ ખાનને મળ્યા બાદ તેમને બોલિવૂડના સુપસ્ટાર દ્વારા જે આવકાર મળ્યો તે આવકાર અને પ્રેમને શબ્દોમાં વર્ણન કરતા ટ્વિટ કરી જણાવ્યું છે કે, ''તમારા જેવા અન્ય કોઈ સુપરસ્ટારે તેમના ચાહકો માટે આવું કર્યું નથી, અમને તમારા હોટેલના રૂમમાં બોલાવીને અમને પૂર્ણ સમય, ધ્યાન અને સન્માન આપ્યું.''

આ પણ વાંચો:રાખી સાવંતે આદિલ ખાન સાથે નિકાહ કર્યા પછી ઇસ્લામ સ્વીકાર્યો, તેના નામ સાથે ફાતિમા ઉમેર્યું

શાહરુખનો ફેન્સ પ્રત્યે પ્રેમભાવ: શાહરૂખ ખાન બુધવારે 11 જાન્યુઆરી 2023 ના રોજ ગ્રેટર નોઈડા પહોંચ્યો હતો. અહીં ઓટો એક્સ્પો ઇવેન્ટનો એક ભાગ બનો, કાર્યક્રમ પૂરો થયા બાદ અભિનેતા ગ્રેટર નોઈડાની ક્રાઉન પ્લાઝા હોટલમાં રોકાયો હતો. અભિનેતાના લોકેશનની જાણ થતાં જ તેના કેટલાક ચાહકો સીધા જ હોટલ પહોંચી ગયા અને શાહરૂખ ખાનને મળવાની વિનંતી કરવા લાગ્યા. આની જાણ થતાં જ અભિનેતાએ બધાને પોતાના રૂમમાં બોલાવ્યા અને ગળે લગાવ્યા. શાહરૂખનો ફેન્સ પ્રત્યેનો સાચો પ્રેમ જોઈને લોકો સોશિયલ મીડિયા પર તેના વખાણ કરતાં થાકતા નથી.

સલમાનખાન અને સાઈકલ સવાર:સલમાન ખાને પણ તેમને મળવા આવેલા ફેનને આવકાર્યા હતા. વાસ્તવમાં મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતા સલમાનના આ ફેને એક એવો દાખલો બેસાડ્યો હતો કે, સલમાન ખુદ તેને મળવા ગયા હતા. સલમાનના આ પ્રશંસકે 1100 કિમીનું અંતર સાઇકલ દ્વારા કાપ્યું હતું. બલપુરથી મુંબઈ તે પણ સાઈકલ પર જવું એ દરેકના નિયંત્રણની વાત નથી. આવું કામ માત્ર જુસ્સાદાર વ્યક્તિ જ કરી શકે છે, જે સલમાનના આ ફેન્સમાં જોવા મળ્યું હતું.

નસીબદાર ફેન: પરંતુ નોંધનીય વાત એ છે કે, આ ચાહક પોતાના હીરોને ઘરે મળવા આવશે કે નહીં તે વિચાર્યા વગર સાયકલ પર નીકળી પડ્યા હતા. કારણ કે, સલમાન ખાન બોલિવૂડમાં સૌથી વ્યસ્ત અભિનેતા છે. પરંતુ આ ફેન્સનું નસીબ સારું નીકળ્યું. કારણ કે, જ્યારે તે મુંબઈ અભિનેતાના ઘરે ગેલેક્સી પહોંચ્યા ત્યારે સલમાન પણ ઘરે આરામ કરી રહ્યા હતા. જ્યારે સલમાનને આ ફેન્સ વિશે જાણ કરવામાં આવી તો સલમાને પણ તેનું દિલ તોડ્યું નહીં.

ABOUT THE AUTHOR

...view details