ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Akanksha Dubey Suicide Case: આકાંક્ષા દુબે આત્મહત્યા કેસમાં સિંગર સમર સિંહની ધરપકડ, ખુલશે અનેક રહસ્યો - સમર સિંહની ધરપકડ કરી છે

આકાંક્ષા દુબે આત્મહત્યા કેસમાં ગાયક સમર સિંહની રાજનગર એક્સટેન્શનની ચાર્લ્સ ક્રિસ્ટલ સોસાયટીમાંથી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ તે નોઈડામાં છુપાયો હતો અને 4 દિવસ પહેલા ગાઝિયાબાદ આવ્યો હતો. પોલીસ તમામ ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ તેને પોતાની સાથે લઈ જશે. આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે.

Akanksha Dubey Suicide Case: આકાંક્ષા દુબે આત્મહત્યા કેસમાં સિંગર સમર સિંહની ધરપકડ, ખુલશે અનેક રહસ્યો
Akanksha Dubey Suicide Case: આકાંક્ષા દુબે આત્મહત્યા કેસમાં સિંગર સમર સિંહની ધરપકડ, ખુલશે અનેક રહસ્યો

By

Published : Apr 7, 2023, 12:51 PM IST

નવી દિલ્હીઃ ગાઝિયાબાદની ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેના આત્મહત્યા કેસમાં એક આરોપીને ગાઝિયાબાદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમર સિંહ નામના વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આરોપી ગાયક છે. ઘણા દિવસથી સમર સિંહની ધરપકડ થઈ ન હતી, તેથી પોલીસ સમર સિંહ ભાગી ન જાય તે માટે શક્ય તમામ પ્રયાસ કરી રહી હતી. આરોપીના પાસપોર્ટ જપ્ત કરવાથી લઈને તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી.

Akanksha Dubey Suicide Case: આકાંક્ષા દુબે આત્મહત્યા કેસમાં સિંગર સમર સિંહની ધરપકડ, ખુલશે અનેક રહસ્યો

આ પણ વાંચો:Preity Zinta: શિખર ધવને પ્રીતિ ઝિન્ટા સાથે સેલ્ફી લીધી, અભિનેત્રીએ ટીમની કરી પ્રશંસા

આરોપી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ: પોલીસે આરોપી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી હતી અને તેને દરેક જગ્યાએ શોધવામાં આવી રહી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, તપાસ કરી રહેલી પોલીસ ગાઝિયાબાદ આવી અને ગાયિકા અને અભિનેત્રી આકાંક્ષા દુબેની આત્મહત્યા કેસમાં ફરાર આરોપી સમર સિંહની નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજ નગર એક્સટેન્શન વિસ્તારમાંથી ધરપકડ કર્યા છે.

છુપાઈને રહેતો હતો આરોપીઃ DCP નિપુન અગ્રવાલના જણાવ્યા અનુસાર, વારાણસી પોલીસ ગુરુવારે અહીં આવી હતી અને આકાંક્ષા દુબે કેસમાં મદદ માંગવામાં આવી હતી. અગાઉ તે નોઈડામાં રહેતો હતો અને 4 દિવસ પહેલા અહીં આવ્યો હતો. પોલીસ તમામ ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ તેને પોતાની સાથે લઈ જશે. આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે. જે બાદ જાણી શકાશે કે, અભિનેત્રીની આત્મહત્યાનું કારણ શું હતું.

આ પણ વાંચો:Akanksha Dubey Suicide: આકાંક્ષા દુબે કેસમાં આરોપી સમર સિંહની અખિલેશ યાદવ અને શિવપાલ સાથે તસવીર આવી સામે

વારાણસીમાં આત્મહત્યા: ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ તારીખ 26 માર્ચે વારાણસીની એક હોટલમાં આત્મહત્યા કરી હતી. ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અને બોલ્ડ અભિનેત્રી આકાંક્ષા દુબેની આત્મહત્યાના સમાચારે ઈન્ડસ્ટ્રીને હચમચાવી મુકી હતી. આકાંક્ષા દુબે સારનાથ વિસ્તારમાં એક હોટલના રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી.

ABOUT THE AUTHOR

...view details