હૈદરાબાદ:જિગ્નેશ કવિરાજ ચાહકો માટે નવું ભજન ગીત લઈને આવી રહ્યાં છે. જિગ્નેશ કવિરાજ ન્યૂ ભજન સોન્ગ રિલીઝ કરીને પોતાના મધુર અવાજથી ચાહકોને કરશે મંત્રમુગ્ધ. જિગ્નેશ કવિરાજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભક્તિ ગીતનું શાનદાર પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં ભક્તી સોન્ગનું ટાઈટલ સાથે રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. આ સાથે આ સોન્ગ ક્યાં રિલીઝ થશે તે માટે એક લિન્ક પણ શેર કરી છે.
Jignesh Kaviraj Song: જિગ્નેશ કવિરાજનું નવુ ભજન ગીત 'ખાખ મેં ખપ જાના રે બંદે' ટુંક સમયમાં રિલીઝ થશે, પોસ્ટર આઉટ - ખાક મેં ખાપ જાના રે બંદે ગીત
ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકાર જિગ્નેશ કવિરાજ ચાહકો સમક્ષ લઈને આવી રહ્યા છે ભજન ગીત. જિગ્નેશ કવિરાજે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં ભજન ગીતનું ટાઈટલ સાથે શાનદાર પોસ્ટરની ઝલક શેર કરી છે. આ ભજન ગીત જિગ્નેશ કવિરાજના મધુર સ્વરમાં ટૂંક જ સમયમાં યુ ટ્યૂબ ચેનલ પર રિલીઝ થશે.
સોન્ગનું પોસ્ટર રિલીઝ: સોશિયલ મીડિયા પર જિગ્નેશ કવિરાજે એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમના સોન્ગનું એક શાનદાર પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં ભક્તિ સોન્ગનું ટાઈટલ 'ખાખ મેં ખપ જાના રે બંદે' ખુબ જ શાનદાર જોવા મળે છે. આ સાથે જિગ્નેશ કવિરાજની એક શાનદાર ઝલક પણ જોવા મળે છે. ગળામાં અને હાથમાં મણકાની માણા, ચમકદાર પ્રિન્ટેડ કુર્તો અને પાયજામો પહેર્યો છે. હાથમાં પ્રાચિન લોક સંગીત વાદ્ય જોવા મળે છે.
જિગ્નેશ કવિરાજની પોસ્ટ: જિગ્નેશ કવિરાજે પોસ્ટ રલીઝ કરીને કિપ્શનમાં સુંદર નોંધ પણ લખી છે. ''તારીખ 1 ઓગસ્ટ 2023ના રોજ ગાયક જિગ્નેશ બોરોટના સ્વરમાં 'ખાખ મેં ખપ જાના રે બંદે' એક્તા સાઉન્ડ ભક્તિનો મારગ યુ ટ્યૂબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. આપે જે સાથ અને સહકાર અમારી એક્તા સાઉન્ડ ચેનલને આપ્યો છે' તેવો જ સાથ અને સહકાર અમારી નવી યુ ટ્યૂબ ચેનલ એક્તા સાઉન્ડ ભક્તિનો મારગને આપશો તેવી આશા રાખીએ છીએ. આ સાથે તેમણે યુ ટ્યૂબ લિંક પણ શેર કરી છે.