ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

સિદ્ધુ મુસેવાલાનું છેલ્લું SYL ગીત YouTube પરથી હટાવાયું, જાણો તેની પાછળનુ કારણ

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાનું છેલ્લું ગીત 'સતલુજ-યમુના લિંક (SYL)' YouTube પરથી હટાવી (SIDHU MOOSE WALA NEW SONG REMOVED FROM YOU TUBE) દેવામાં આવ્યું છે.

સિદ્ધુ મુસેવાલાનું છેલ્લું SYL ગીત YouTube પરથી હટાવ્યું, જાણો આ છે મોટું કારણ
સિદ્ધુ મુસેવાલાનું છેલ્લું SYL ગીત YouTube પરથી હટાવ્યું, જાણો આ છે મોટું કારણ

By

Published : Jun 27, 2022, 10:26 AM IST

મુંબઈઃ સિદ્ધુ મુસેવાલાનું છેલ્લુ ગીત (Sidhu Musewala last song) 'સતલુજ-યમુના લિંક (SYL)' પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. YouTube એ આ ગીતને પોતાની ચેનલ પરથી હટાવી (SIDHU MOOSE WALA NEW SONG REMOVED FROM YOU TUBE) દીધું છે. સિદ્ધુનું ગીત રિલીઝ થયાની થોડી જ મિનિટોમાં રાજકીય ચર્ચાનો વિષય બની ગયું હતું. જોકે, રવિવારે આ ગીતને યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું હતું. તે જ સમયે, મૂસેવાલાના ચાહકો આ ગીતને યુટ્યુબ પરથી હટાવવાનો વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચો:સારા અલી ખાને જાહેરમાં સલમાન ખાનને કહ્યુ અંકલ, 'ભાઈ'ના જવાબથી અભિનેત્રીના ઉડી ગયા હોશ

23 જૂનના રોજ YouTube પર રિલીઝ:તમને જણાવી દઈએ કે પંજાબમાં પાણીના મુદ્દા પર પંજાબી સિંગરનું છેલ્લું ગીત 'સતલુજ-યમુના લિંક' નહેર વિશે હતું, જે પંજાબ અને હરિયાણા વચ્ચે ઘણા સમયથી વિવાદનું કારણ બનેલું છે. સિદ્ધુની હત્યા પહેલા, તેનો આ મ્યુઝિક વીડિયો નિર્માતા MXRCI દ્વારા શુક્રવારે (23 જૂન) ના રોજ YouTube પર રિલીઝ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:એક્ટરનો મૃતદેહ તેના ઘરમાં લટકતો મળ્યો, જાણો શું કારણ હતું...

કાનૂની ફરિયાદ તરીકે તેને દૂર કરવાની માંગ કરી છે:નોંધનીય છે કે ગીત માટે SYL કેનાલના નિર્માણને લઈને પંજાબમાં રાજકારણ જોરમાં હતું. ગીતમાં મૂસેવાલાએ SYL અને બંદી સિંહનો મુદ્દો જોરથી ઉઠાવ્યો હતો. જો કે, YouTube એ કાનૂની ફરિયાદ તરીકે તેને દૂર કરવાની માંગ કરી છે. નોંધનીય છે કે પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની 29 મેના રોજ જવાહરકે ગામમાં ગેંગસ્ટરોએ હત્યા કરી દીધી હતી, ત્યારબાદ તેના પિતાએ બાકીના ગીતો રિલીઝ કરવાની કમાન સંભાળી હતી.

ABOUT THE AUTHOR

...view details