ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Sidharth Kiara Wedding: કિયારા-સિદ્ધાર્થના લગ્નની તૈયારી શરુ, ખાસ મહેમાનો રહેશે ઉપસ્થિત - સિદ્ધર્થ મલ્હોત્રાના લગ્ન

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રના લગ્ન (Sidharth Kiara Wedding)ને લઈને ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. આ કપલના લગ્ન રાજસ્થાનમાં થવા જઈ રહ્યા છે. અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ લગ્ન માટો ભવ્ય તૈયારી કરી લેવામાં આવી (siddharth malhotra wedding preparation) છે. આ ઉપરાંત લગ્ન સમારોહમાં કેવા પ્રકારનું ડેકોરેશન કરવામાં આવ્યું છે ? અને કયાં કયાં મહેમાનો ઉપસ્થિત રહેશે તે અંગે જાણવા આ સંપુર્ણ સમાચાર વાંચો.

Sidharth Kiara Wedding: કિયારા અને સિદ્ધાર્થના લગ્નની તૈયારી શરુ, સિનેમાં જગતના આ ખાસ મહેમાનો રહેશે ઉપસ્થિત
Sidharth Kiara Wedding: કિયારા અને સિદ્ધાર્થના લગ્નની તૈયારી શરુ, સિનેમાં જગતના આ ખાસ મહેમાનો રહેશે ઉપસ્થિત

By

Published : Feb 4, 2023, 12:19 PM IST

જયપુર: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નમાં લગભગ 150 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બંનેના પરિવાર સિવાય, ઈન્ડિયન બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગના કલાકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ડિરેક્ટર કરણ જોહર, શાહિદ કપૂર, કેટરિના અને વિકી કૌશલ, ફેશન ઇશા અંબાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને મુકેશ અંબાણીની પુત્રીનો સમાવેશ થાય છે. આ સાથે લોકપ્રિય એવા ભાઈજાન-સલમાન ખાન પણ આવે તેવી શક્યતા છે. કિયારા અને સિદ્ધાર્થે હજુ સુધી તેમના લગ્ન વિશે કોઈ પણ પ્રકારની જહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો:Pathaan In Pakistan: ફિલ્મ 'પઠાણ'નું પાકીસ્તાનમાં ગેરકાદેસર સ્ક્રિનિંગ, ટુંક સમયમાં ટિકિટ વેચાઈ ગઈ

વાહનો માટે ખાસ વ્યવસ્થા: મુંબઈથી આવનારા ક્રૂને પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એટલું જ નહિં પરંતુ 100 થી વધુ ખાનગી સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. હોટેલમાં મહેમાનો માટે 84 લક્ઝરી રૂમ બુક કરવામાં આવ્યા છે. મહેમાનો માટે 70 લક્ઝરી વાહનોનું બુકિંગ કરવામાં આવ્યું છે. જેમાં મર્સિડીઝ, જગુઆર અને BMW નો સમાવેશ થાય છે. વાહનોનો કોન્ટ્રાક્ટ જેસલમેરની સૌથી મોટી ટુર ઓપરેટર લકી ટૂર એન્ડ ટ્રાવેલ્સને આપવામાં આવ્યો છે.

લગ્નમાં ઉપસ્થિત મહેમાનો: જો બોલિવૂડ અને રાજસ્થાન હોટલ ઉદ્યોગના જણાવ્યા અનુસાર અભિનેત્રી કિયારા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા તારીખ 6 ફેબ્રુઆરીએ મુંબઈથી હજારો કિલોમીટર દૂર રાજસ્થાનમાં લગ્ન કરવામાં આવશે. કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાના પરિવારના તમામ સદસ્યો લગ્નના એક દિવસ પહેલા તારીખ 4 ફેબ્રુઆરીએ જેસલમેરમાં પહોંચી જશે. લગભગ 150 VVIP આ હાઈપ્રોફાઈલ લગ્નમાં ફિલ્મ ઉદ્યોગના મહેમાનો સાથે હાજરી આપશે. આ કપલ તારીખ 5 ફેબ્રુઆરીએ જેસલમેરમાં પહોંચી જશે. આ ઉપરાંત તારીખ 4 અને 5 ફેબ્રુઆરીએ લગ્ન પહેલાના કાર્યક્રમો યોજાશે.

આ પણ વાંચો:K Vishwanath Passes Away: ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ કાશીનાથુની વિશ્વનાથનું 92 વર્ષે થયું અવસાન

ફોટો પાડી શકાશે નહિં: સૂર્યગઢ હોટલમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લગ્નમાં આમંત્રિત VVIP મહેમાનોની સુરક્ષા પર નજર રાખવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે, મુંબઈ સ્થિત વેડિંગ પ્લાનર કંપની વ્યવસ્થાઓ જોઈ રહી છે. સૂર્યગઢ હોટેલ જેસલમેરથી લગભગ 16 કિમી દૂર આવેલી છે. કિયારા અને સિદ્ધાર્થ તારીખ 6 ફેબ્રુઆરીએ જેસલમેરની સૂર્યગઢ હોટલમાં લગ્ન થશે. આ લગ્નમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પૂર્વ બોડીગાર્ડ યાસીન દ્વારા સુરક્ષા સંભાળવામાં આવશે. આ સાથે હોટેલ સ્ટાફને સેલ ફોન લઈ જવા પર પ્રતિબંધ હોવાના કારણે તેમના મોબાઈલ લોકરમાં રાખવામાં આવશે. આમ આ પ્રકારે લગ્નને સંબંધિત કોઈ પણ પ્રકારની માહિતી લિક ન થાય તે માટની પૂરી તકેદારી રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details