ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Siddharth Kiara married: સિદ્ધાર્થ કિયારાએ લગ્ન કરી લીધા, અહિં જુઓ તસ્વીર - રાજસ્થાનમાં સિદ્ધાર્થ કિયારાના લગ્ન

સિદકિયારાએ ગાંઠ બાંધી તેમના શાહી લગ્ન રાજસ્થાનના સૂર્યગઢ પેલેસમાં થયા હતા છેલ્લા કેટલાક સમયથી તેમના લગ્નને લઈને અટકળોનો કોઈ અંત નથી પરંતુ આખરે 'શેરશાહ'ની ઓનસ્ક્રીન જોડીએ તમામ અટકળોનો અંત લાવી દીધો છે. બોલિવૂડ કપલની મહેંદી સેરેમની બાદ સોમવારે રાત્રે સૂર્યગઢ હોટલમાં ભવ્ય સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિયારા અને સિદ્ધાર્થે પણ મહેમાનોની સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. આ સાથે લગ્ન સમારોહમાં ઉપસ્થિત બન્ને પરિવારના સદસ્યો ઉપરાંત મહેમાનોએ કર્યો હતો ડાન્સ.

Siddharth Kiara married: સિદ્ધાર્થ કિયારાએ લગ્ન કરી લીધા, અહિં જુઓ તસ્વીર
Siddharth Kiara married: સિદ્ધાર્થ કિયારાએ લગ્ન કરી લીધા, અહિં જુઓ તસ્વીર

By

Published : Feb 7, 2023, 5:51 PM IST

જેસલમેર: વર્ષ 2023 બોલિવૂડના સૌથી મોટા લગ્ન થઈ ગયા છે. બોલિવૂડનું હોટ અને સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સિદ્ધાર્થ અને કિયારાના લગ્નને લઈને ચાહકોની આતુરતા હવે પુરી થઈ. સિદ્ધાર્થ અને કિયારા પહેલીવાર વર્ષ 2021ની ફિલ્મ 'શેર શાહ' માં જોવા મળ્યા હતા. ત્યારથી આ કપલ ચર્ચામાં આવ્યું હતું અને હવે દોઢ વર્ષના રિલેશન બાદ આ કપલના લગ્ન થઈ ગયા છે. આવો જાણીએ સિદ્ધાર્થ અને કિયારાના લગ્નના તહેવારો સાથે જોડાયેલી તમામ વિગતો.

આ પણ વાંચો:Who Is Solal Sayada: શું ઉર્વશી રૌતેલા સોલાલ સયાદાને ડેટ કરી રહી છે, જાણો અહિં

સૂર્યગઢ પેલેસમાં લગ્ન:સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન એક શાહી લગ્ન થયા છે. આ કપલ રાજસ્થાનના જેસલમેરમાં સૂર્યગઢ પેલેસમાં 7 ફેરા લિધા છે અને એકબીજાને હાર પહેરાવ્યો હતો.સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં 100 થી 125 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડ સ્ટાર્સ સામેલ છે. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, કરણ જોહર સહિત બોલીવુડના ઘણા સેલેબ્સને લગ્નના આમંત્રણો મોકલવામાં આવ્યા હતાં. કપલ મુંબઈમાં બોલિવૂડ સ્ટાર્સનું ભવ્ય રિસેપ્શન પણ આપશે.

આ પણ વાંચો:Adil Khan Picture Viral: રાખી સાવંત પર ટુટી પડ્યું આભ, આદિલ ખાન ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો

ભવ્ય સંગીત કાર્યક્રમ:મહેંદી સેરેમની બાદ સોવારે ભવ્ય સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોએ જોરદાર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન વરરાજા સિદ્ધાર્થ મલ્હોત્રા અને દુલ્હન કિયારા અડવાણીએ પણ પરફોર્મન્સ આપ્યું હતું. આ ભવ્ય અને શુભ કાર્યક્રમમાં સિદ્ધર્થ અને કિયારાના પરિવારના સદસ્યોએ પણ લગ્નના ગીત પર આનંદ અને ઉલ્લાસ સાથે ડાન્સ કર્યો હતો. મળતી માહિતી મુજમ કોન્સર્ટના પ્લેલિસ્ટમાં 'કાલા ચશ્મા', 'નચદે ને સારા', 'જુગ જુગ જિયો રંગી સાડી', 'ગુલાબી ચુનરિયા', 'ડિસ્કો દિવાને' અને અન્ય લોકપ્રિય ગીત પર ડાન્સ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details