ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

સિદ્ધાંત કપૂરે લીધો રાહતનો શ્વાસ, ડ્રગ્સ કેસમાં જામીન પર મુક્ત - સિદ્ધાંત કપૂરને ડ્રગ્સ કેસ

ડ્રગ્સ લેવા બદલ સિદ્ધાંત કપૂરની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. હવે તેને જામીન પર મુક્ત (siddhanth kapoor released on bail) કરવામાં આવ્યો છે.

સિદ્ધાંત કપૂરે લીધો રાહતનો શ્વાસ, ડ્રગ્સ કેસમાં જામીન પર મુક્ત
સિદ્ધાંત કપૂરે લીધો રાહતનો શ્વાસ, ડ્રગ્સ કેસમાં જામીન પર મુક્ત

By

Published : Jun 14, 2022, 9:51 AM IST

બેંગલુરુઃપીઢ અભિનેતા શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરને ડ્રગ્સ કેસમાં જામીન (siddhanth kapoor released on bail) મળી ગયા છે. સિદ્ધાંતની રવિવારે બેંગલુરુમાં ડ્રગ્સ લેવા બદલ ધરપકડ (Siddhant Kapoor arrested) કરવામાં આવી હતી. પોલીસે અહીં એક હોટલ પર દરોડો પાડ્યો હતો જ્યાં પાર્ટીમાં સિદ્ધાંત કપૂર સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેનો ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. સિદ્ધાંતની સાથે જ ચાર લોકોને જામીન મળ્યા છે.

આ પણ વાંચો:CID ઈન્સ્પેક્ટર સચિન સાથે શું બની ગયુ! જાણો કેમ જાવુ પડ્યુ પોલીસ સ્ટેશન

બ્લડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ: આ મામલામાં ડીસીપી ઈસ્ટ બેંગ્લોર ભીમાશંકર ગુલેડે માહિતી આપી છે કે સિદ્ધાંત કપૂર અને ચાર લોકોને સ્ટેશન જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે તેને બોલાવવામાં આવશે, ત્યારે તેણે પોલીસ સ્ટેશન આવવું પડશે. તે જ સમયે, ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ડૉ. ભીમાશંકર એસ. ગુલેડે કહ્યું, તે વાતની પુષ્ટિ થઈ છે કે બૉલીવુડ અભિનેતા શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરે ડ્રગ્સ લીધું હતું. તેના બ્લડ ટેસ્ટ રિપોર્ટમાં તે ડ્રગ્સ લેતો હોવાનું બહાર આવ્યું હતું. તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો:બોલિવૂડમાં ફરી ડ્રગ્સનો એક મોટો મામલો આવ્યો સામે, આ એક્ટરનો ભાઈ ઝડપાયો રંગે હાથ

પોશ હોટલમાં થઈ રહી હતી રેવ પાર્ટીઃ પોલીસે જણાવ્યું કે રવિવારે રાત્રે એમજી રોડ પરની એક પોશ હોટલમાં રેવ પાર્ટી ચાલી રહી હતી ત્યારે પોલીસની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી સિદ્ધાંત કપૂર સાથે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ પાર્ટીમાં લગભગ 35 લોકો હતા. સિદ્ધાંત પણ આ પાર્ટીમાં જોડાઈ ગયો હતો. જ્યારે બધાએ તેમના મેડિકલ ટેસ્ટ કરાવ્યા ત્યારે સિદ્ધાંત સહિત ચાર લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details