ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Film Screening In Shimla: આજથી શિમલામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ શરુ થઈ રહ્યો છે, જેમાં 22 રાજ્યોની ફિલ્મો પ્રદર્શિત થશે - શિમલામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ

શિમલામાં આજથી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ શરુ થવા જઈ રહ્યો છે. તારીખ 22 સપ્ટેમ્બરથી તારીખ 24 સપ્ટેમ્બર સુધી 20 દેશો અને 22 રાજ્યોની ફિલ્મો ગેટી થિયેટર શિમલામાં દર્શાવવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો.

Eઆજથી શિમલામાં ઈન્ટરનેશન ફિલ્મ ફેસ્ટિવલ શરુ થઈ રહ્યો છે, જેમાં 22 રાજ્યોની ફિલ્મો પ્રદર્શિત થશે
આજથી શિમલામાં ઈન્ટરનેશન ફિલ્મ ફેસ્ટિવલ શરુ થઈ રહ્યો છે, જેમાં 22 રાજ્યોની ફિલ્મો પ્રદર્શિત થશે

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 5:21 PM IST

શિમલા: ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ડાયરેક્ટર પુષ્પ રાજ ઠાકુરે જણાવ્યું હતું કે, ''અમને ફિલ્મ ફેસ્ટિવલ માટે વિશ્વભરમાંથી મહત્ત્વપૂર્ણ અને રેકોર્ડ ફિલ્મ એન્ટ્રી મળી છે. જેમાંથી કુલ 107 ફિલ્મો સત્તાવાર રીતે પસંદ કરવામાં આવી છે. આ સત્તાવાર પસંદગી ખૂબ જ પડકારજનક હતી. અમારી જ્યુરી જેમાં દેશના જાણીતા ફિલ્મ નિર્મતાઓનો સમાવેશ થાય છે, તેમણે આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં 38, રાષ્ટ્રીય શ્રેણીમાં 64 અને હિમાચલની 5 ફિલ્મોની પસંદગી કરી છે.''

શિમલામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ શરુ: પુષ્પ રાજ ઠાકુરે જણાવ્યું હતું કે, ''ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મો દર્શાવવામાં આવશે અને શ્રેષ્ઠ ફિલ્મોને પુરસ્કાર આપવામાં આવશે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ફીચર ફ્લિમ, શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફિલ્મો અને એનિમેશન ફિલ્મો હશે. જેમાંથી 90 ફિલ્મો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત થઈ ચૂકી છે.'' પુષ્પ રાજ ઠાકુરે જાણાવ્યું હતું કે, ''ગેટી થિયેટર, શિમલામાં એક આઈકોનિક હેરિટેજ સાઈટ સિનેમાના અસાધારણ પ્રદર્શન માટે એક આદર્શ પૃષ્ઠભૂમિ છે. તેનું ઐતિહાસિક આકર્ષણ અને અત્યાધુનિક સ્ક્રીનિંગ સુવિધાઓ સાથે ઉત્સવમાં ભાગ લેનારાઓ માટે એક અનોખો અનુભવ પ્રદાન કરશે.''

કયા કયા ક્ષેત્રના નિર્માતાઓ ભાગ લેશે: આંતરરાષ્ટ્રીય કેટેગરીમાં અમેરિકા, બેલ્જિયમ, ઈરાન, કેનેડા, ચીન, તુર્કી, નેપાળ, ઈજીપ્ત, બાંગ્લાદેશ, ઈટાલી, પોલેન્ડ, આર્જેન્ટિના, સ્વીડન, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને દુબઈના ફિલ્મ નિર્માતાઓ ભાગ લઈ રહ્યા છે. જ્યારે ભારતમાંથી 21 રાજ્યો કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મણિપુર, આસામ, દલ્હી, પંજાબ, પશ્ચિમ બંગાળ, કાશ્મીર, ઉત્તરાખંડ, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ ભાગ લઈ રહ્યા છે.

  1. Parineeti Chopra Wedding In Udaipur: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા ઉદયપુર પહોંચ્યા, એરપોર્ટ પર ભવ્ય સ્વાગતનો જુઓ વીડિયો
  2. Box Office Collection Day 1: વિકી કૌશલ માનુષી છિલ્લર સ્ટારર ફિલ્મ 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી' થિયેટરમાં રિલીઝ
  3. Shubneet Singh Controversy: શુબનીત સિંહ વિવાદ પર કંગના રનૌતે કહી મોટી વાત, જાણો શું મામલો છે ?

ABOUT THE AUTHOR

...view details