ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Shilpa Shetty: શિલ્પા શેટ્ટી જિમમાં વર્કઆઉ કરી રહી છે, વીડિયો વાયરલ

અભિનેત્રી શિલ્પી શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. બોલિવુડની સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની પર્સનલ લાઈફની અપડેટ ચાહકો સાથે શેર કરતી રહે છે. હવે તાજેરમાં તેમણે શેર કરેલા વીડિયામાં જીમમાં વર્કઆઉટ કરી રહી છે. જુઓ અહિં વીડિયો.

શિલ્પા શેટ્ટી જિમમાં વર્કઆઉ કરી રહી છે, વીડિયો વાયરલ
શિલ્પા શેટ્ટી જિમમાં વર્કઆઉ કરી રહી છે, વીડિયો વાયરલ

By

Published : Jul 10, 2023, 1:30 PM IST

હૈદરાબાદ: બોલિવુડની સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શિર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે. શિલ્પા શેટ્ટી નિયમનિત રુપે પોતાના ચાહકોને સાથે તસવીર અને વીડિયો શેર કરતી રહે છે. શિલ્પા શેટ્ટી પોતાની પર્શનલ લાઈફ વિશે ચાહકો સાથે અપડેટ શેર કરતી રહે છે. અભિનેત્રી પોતાને ફિટ રાખવા માટે યોગા અને કસરત પર વધુ ધ્યાન આપે છે, જેનો પુરાવો છે તેમના દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો અને તસવીર છે.

જીમ વર્કઆઉટ વીડિયો: શિલ્પા શટ્ટીએ પોતાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી ટ્યુસી પેપરનો રોલ લઈને કેચ કરી રહી છે. પોતાના માથા ઉપરથી પાછળ રોલ નીચે છોડી દે છે અને તેમને સમયસર નીચે વાંકા વળીને ઉંધા માંથે પકડવાનો પ્રયાસ કરે છે. આ રમતમાં અભિનેત્રી સફળ તથી નથી. તેમ છતાં તેઓ વારંવાર પ્રયાસ કરે છે. તેમની પાછળ જીમના સાધનો જોવા મળે છે.

અભિનેત્રીની પોસ્ટ શેર: શિલ્પા શેટ્ટી વીડિયોમાં જીમ આઉટફિટમાં જોવા મળે છે. અભિનેત્રીએ આ પોસ્ટ શેર કરીને લખ્યુ છે કે, ''મેં ઘણી ઉર્જા બગાડી છે, કારણ કે, તે શરીર અને મગજ બન્ને માટે કંટાળાજનક છે. તેમ છતાં મને બહુ મજા આવી.'' અભિનેત્રીએ આગળ લખ્યું છે કે, ''જો તમે સફળ થવા માંગતા હોય તો પરફેક્ટ ટાઈમિંગ જરુરી છે. આ ઉપરાંત તમામ સ્નાયુઓનું સુમેળ ચાવીરુપ છે. તે હાથ, આંખના સંકલન અને પ્રતિબિંબ માટે ઉત્તમ છે અને પીઠ માટે સારોં ખેંચાણ છે.''

અભિનેત્રીનો આગામી પ્રોજેક્ટ: અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેઓ આગામી રોહિટ શેટ્ટીની વેબ સિરીઝ 'ઈન્ડિયન પોલિસ ફોર્સ'માં જોવા મળશે. આ સિરીઝમાં અભિનેત્રી સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય, દીપિકા પાદુકોણ અને પ્રકાશ રાજ સાથે મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સિરીઝનું ટિઝર એપ્રિલ 2022માં એમેઝોન પ્રાઈમ વીડિયો પર રજુ કરવામાં આવ્યું હતું. આ સિરીઝ દિવાળી દરમિયાન 2023માં રિલીઝ થશે.

  1. Omg 2 Teaser: ધમાકેદાર વીડિયો સાથે 'omg 2'ની ટીઝર ડેટની જાહેરાત, લાંબી જટામાં જોવા મળ્યા અભિનેતા
  2. Ranveer Singh: રણવીર સિંહે બર્થ ડે વિશેજ પર ચાહકોનો માન્યો આભાર, પત્ની દીપિકા સાથેની તસવીર કરી શેર
  3. Jawan Prevue Release: શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'નું પ્રીવ્યૂ આઉટ, તારીખ 7 ડેસેમ્બરે રિલીઝ થશે

ABOUT THE AUTHOR

...view details