મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પોતાની લોકપ્રિયતાના કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અત્યારે કિંગ ખાન તેના દ્વારા કરવામાં આવેલા વર્તન માટે ટ્રોલ થઈ રહ્યા છે. જેમાં તે ગઈકાલે તારીખ 2 મે રાત્રે સેલ્ફી લઈ રહેલા એક પ્રશંસકના ફોનને દુર કરતા જોઈ શકાય છે. શાહરૂખ ખાનને લઈને સોશિયલ મીડિયા પર શાબ્દિક કોમેન્ટ કરી રહ્યાં છે. હવે આ દરમિયાન શાહરૂખ ખાનના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં શાહરૂખ ખાનની હિટ ફિલ્મ 'પઠાણ'નો ક્રેઝ તેના ચાહકોમાં ઓછો થયો નથી અને હવે પઠાણ લુકમાં શાહરૂખ ખાનનું મીણનું પૂતળું બનાવવામાં આવ્યું છે, જેણે દર્શકોની ભીડ જમાવી છે.
આ પણ વાંચો:Chatrapathi Trailer Release: જોરદાર એક્શન સાથે રિલીઝ થયું 'છત્રપતિ'નું ટ્રેલર, જુઓ અહિં વીડિયો
શાહરૂખ ખાન પઠાણનું સ્ટેચ્યુ: બંગાળના આસનસોલમાં મોહશિલાના પ્રસિદ્ધ શિલ્પકાર સુશાંત રોયે શાહરૂખ ખાનનું આ પઠાણ લૂકનું પૂતળું તૈયાર કર્યું છે અને તેને પોતાના મ્યુઝિયમમાં સ્થાપિત કર્યું છે. અહીં પઠાણનું પૂતળું જોવા લોકોની ભીડ જોવા મળે છે અને ચાહકો તેની સાથે સેલ્ફી લઈ રહ્યા છે. ગયા રવિવારે પઠાણના પૂતળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા સ્થાનિક નેતાઓ અને પ્રતિષ્ઠિત લોકોએ ભાગ લીધો હતો.