હૈદરાબાદઃ 'કિંગ ખાન' શાહરૂખ ખાન ચાર વર્ષ બાદ ફરી એકવાર બોલિવૂડમાં સક્રિય થયા છે. આ સાથે તેણે લાંબા સમય પછી સોશિયલ મીડિયા પર પણ દસ્તક આપી છે અને સમયાંતરે પોસ્ટ પણ કરી રહ્યો છે. તાજેતરમાં જ શાહરૂખ ખાને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના 30 વર્ષ પૂરા (shah rukh khan completing 30 years in bollywood) કર્યા છે. આ અવસર પર અભિનેતા ઇન્સ્ટાગ્રામ પર લાઇવ (Shah rukh khan Instagram live session) આવ્યો અને તેની કારકિર્દી સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ શેર કરી હતી. આ સાથે તેણે પોતાની કેટલીક ઈચ્છાઓ પણ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો:સિદ્ધુ મુસેવાલાનું છેલ્લું SYL ગીત YouTube પરથી હટાવાયું, જાણો તેની પાછળનુ કારણ
ટાઈગર શ્રોફના વખાણ: તેમાંથી એક શાહરૂખ ખાને અભિનેતા ટાઈગર શ્રોફના વખાણના પુલ પણ બાંધ્યા હતા. શાહરૂખ ખાને કહ્યું, હું મારા એક મિત્રને કહેવા માંગુ છું જે ઓનલાઈન આવ્યો છે. ટાઈગર શ્રોફ, મિત્ર કરતાં પણ વધુ, તે મારા બાળક જેવો છે, કારણ કે તે દાદાનો પુત્ર છે. અહીં કોમેન્ટ કરવા બદલ આભાર, જ્યારે મેં સિદ્ધાર્થ અને તમારી સાથે ફિલ્મ 'વોર' જોઈ, ત્યારે હું આ ફિલ્મથી ખૂબ જ પ્રેરિત થયો હતો અને મારામાં પણ આવી જ એક્શન ફિલ્મ કરવાની ઈચ્છા જાગી.