ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Tweets US Journalist on SRK: અમેરિક પત્રકારે શાહરુખને ભારતનો ટોમ ક્રૂઝ કહ્યો, ફેન્સ થયા ગુસ્સે - શાહરુખ ખાન અને ટોમ ક્રૂઝ

'પઠાણ' ફિલ્મને લઈને શાહરુખના ચાહકોનો ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ 1000 કરોડ સુધી પહોંચવા માટે જઈ રહી છે. એવામાં એક અમેરિકન પત્રકારે શાહરૂખ ખાનને ભારતનો ફિલ્મજગતનો ટોમ ક્રૂઝ કહ્યો (Tweets US Journalist on SRK) છે. જેના પર હવે શાહરૂખ ખાનના ચાહકોનો ગુસ્સો જમીન આસમાન એક થઈ ગયો (Shah Rukh Fanes angry) છે.

Tweets US Journalist on SRK: અમેરિક પત્રકારે શાહરુખને ભારતનો ટોમ ક્રૂઝ કહ્યો, ફેન્સ થયા ગુસ્સે
Tweets US Journalist on SRK: અમેરિક પત્રકારે શાહરુખને ભારતનો ટોમ ક્રૂઝ કહ્યો, ફેન્સ થયા ગુસ્સે

By

Published : Feb 4, 2023, 11:35 AM IST

હૈદરાબાદ: છેલ્લા કેટલાક દિવસથી ફિલ્મ પઠાણને લઈને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. જોહન અબ્રાહમ બાદ હવે વૈશ્લિત સ્તરે કિંગ ખાન લોકચાહના મેળવી રહ્યો છે. હવે સ્થિતિ એવી છે કે, આ ફિલ્મ 1000 કરોડ સુધી પહોંચવા માટે જઈ રહી છે. એવામાં એક અમેરિકન પત્રકારે શાહરૂખ ખાનને ભારતનો ફિલ્મજગતનો ટોમ ક્રૂઝ કહ્યો છે. જેના પર હવે શાહરૂખ ખાનના ચાહકોનો આકરા પાણીએ આવી ગયા છે. એમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. તેઓ આ પત્રકારને ટોણો મારી રહ્યા છે.

આ પણ વાંચો:Pathaan in Pakistan: ફિલ્મ 'પઠાણ'નું પાકીસ્તાનમાં ગેરકાદેસર સ્ક્રિનિંગ, ટુંક સમયમાં ટિકિટ વેચાઈ ગઈ

'પઠાણ'એ દુનિયામાં ધૂમ મચાવી:શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'એ દુનિયામાં ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે 9 દિવસમાં 700 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. હવે આવી સ્થિતિમાં શાહરૂખ ખાન પોતાની સફળતાથી દુનિયાભરમાં વાહવાહી લૂંટી રહ્યો છે. ખાસ કરીને આ ફિલ્મને લઈને અનેક કલાકારો પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે. ખાન વિશે બ્રાઝિલના એક લેખકે તેને 'કિંગ એન્ડ લિજેન્ડ' ગણાવ્યો હતો. અમેરિકન પત્રકારે ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં પત્રકારે શાહરૂખ ખાનની તુલના હોલિવૂડ સુપરસ્ટાર ટોમ ક્રુઝ સાથે કરી છે, જેના પર શાહરૂખ ખાનના ચાહકો ગુસ્સે ભરાઈને સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે.

બોક્સ ઓફિસ કલેકશન: શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. ઓપનિંગ ડે પર 55 કરોડ રૂપિયાની રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. બોક્સ ઓફિસ પર 10 દિવસ શનિવારે પૂરા કર્યા છે. ભારતીય બોક્સ ઓફિસ પર રૂપિયા 351 કરોડ અને વિશ્વભરમાં રૂપિયા 700 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ હાલમાં થિયેટર્સમાં હાઉસફૂલ જઈ રહી છે.

ફેન્સની કોમેન્ટ: શાહરૂખ ખાનના અન્ય એક ફેન્સે લખ્યું, 'SRK રાજા છે, એક્શન, રોમાન્સ, ડ્રામા, સ્ટાઈલ, વલણ સાથે બહુપરીમાણીય મહાન અભિનેતા છે, કોઈ તેની નજીક નથી, તેની ક્યારેય કોઈ અન્ય વ્યક્તિ સાથે તુલના ન કરો. એક પ્રશંસકે બહુ દૂર જઈને લખ્યું, 'ટોમ ક્રૂઝ હોલીવુડના શાહરૂખ ખાન છે, તમે તેના શે શું વિચારો છો'.?

આ પણ વાંચો:K Vishwanath Passes Away: ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ કાશીનાથુની વિશ્વનાથનું 92 વર્ષે થયું અવસાન

અમેરિકન પત્રકારે કર્યું ટ્વિટ: પઠાણની સફળતાને જોઈને અમેરિકન પત્રકાર સ્કોટ મેન્ડેલસને તારીખ 3 ફેબ્રુઆરીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, 'શાહરુખ ખાન ભારતના ટોમ ક્રૂઝ છે, જેણે પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણથી બોલિવૂડને જીવંત કર્યું છે.

શાહરુખના ફેન્સ થયા ગુસ્સે: આ અમેરિકન પત્રકારના આ ટ્વિટ પર હવે ફેન્સ ગુસ્સમાં છે. તેના ટ્વિટને રીટ્વીટ કરીને પોતાની ભડાશ કાઢી રહ્યા છે. એક ચાહકે લખ્યું છે કે, 'તે ભારતના ટોમ ક્રૂઝ નથી, તે માત્ર અને માત્ર શાહરૂખ ખાન છે'. કિંગ ખાનના અન્ય એક પ્રશંસકે લખ્યું, 'અનાદર' છે આ.

ABOUT THE AUTHOR

...view details