મુંબઈ:બોલિવુડ કિંગ શાહરુખ ખાનની ચર્ચામાં રહેલી ફિલ્મ 'જવાન' રિલીઝ થઈ ગઈ છે. રિલીઝ પહેલા 'જવાન' ફિલ્મને લઈને ચાહકોમાં જરબદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. મધ્યરાત્રીએ લોકો લાંબી લાઈનોમાં ફિલ્મની ટિકિટો ખરીદી રહ્યા હતા. રિલીઝ થયા બાદ પણ લોકોમાં આ 'જવાન'ને લઈને ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. કિંગ ખાન ફિલ્મનો પહેલો રિવ્યુ આવી ગયો છે અને ટ્વિટર પર પણ લોકો આ 'જવાન' પર પોતાની પ્રતિક્રિયા અને રિવ્યુ આપી રહ્યા છે.
jawan fans outside the thatre: શાહરુખ ખાનના ચાહકોએ થિયેટરની બહાર 'જવાન'ની કરી ઉજવણી, કિંગ ખાને આભાર માન્યો - જવાન ચાહકો ફિલ્મ માટે ઉત્સાહિત
બોલિવુડના કિંગ ખાનની ફિલ્મ 'જવાન' આજે તમામ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે, ત્યારે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. સવારથી જ થિયેટરની બહાર લોકો શાહરુખના પોસ્ટર લઈને અને નારા લગાવીને 'જવાન'ની ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન કિંગ ખાને ચાહકોનો આભાર માન્યો હતો.
Published : Sep 7, 2023, 9:37 AM IST
થિયેટરની બહાર ચાહકો દ્વારા જવાનની ઉજવણી: શાહરુખની ફિલ્મ 'જવાન' રિલીઝ થતાની સાથે જ ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. સવારથી જ લોકો શાહરુખના પોસ્ટર પકડીને 'વિ લવ' શાહરુખના નારા લગાવતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થયા છે, જેમાં લોકો ઢોલ વગાડીને કિંગ ખાનના 'જવાન'નું સ્વાગત કરી રહ્યા છે. ઘણી જગ્યાએ 'જવાન' માટે આખા થિયેટર બુક કરવામાં આવી રહ્યા છે. સવારે 5:35 વાગ્યે અને અમે કિંગને મોટા પડદા પર સ્વાગત કરવા માટે ઐતિહસિક સવારે 6 વાગ્યે અને ફિલ્મની રિલીઝ થવા પર ઉજવણી શરુ કરી છે.
શાહરુખે ચાહકોનો માન્યો આભાર: થિયેટરની બહાર તેમની ફિલ્મ માટેનો આટલો ક્રેઝ જોઈને શાહરુખે તેના એક્સ હેન્ડલ(અગાઉનું ટ્વિટર) પર ચાહકોને ટ્વીટ કર્યું અને લખ્યું હતું કે, ''લવ યુ બોયઝ એન્ડ ગર્લ્સ, હું આશા રાખું છું કે, તમે મનોરંજનનો આનંદ માણશો, હું તમને થિયેટરમાં જોઈને જાગી ગયો છું. બિગ લવ એન્ડ થેંક્સ.'' 'જવાન' ફિલ્મ એ એટલી દ્વારા નિર્દેશિત છે અને આ ફિલ્મમાં નયનતારા, વિજય સેતુપતિ અને દીપિકા પાદુકોણ પણ સામેલ છે.