હૈદરાબાદ:બોલિવુડના અભિનેતા કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની તાજેતરની ફિલ્મ સત્યપ્રેમ કી કથા તારીખ 29 જૂને રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે શરૂઆતના દિવસે જ સારો સ્કોર નોંધાવવામાં સફળ રહી છે. સમીર વિદ્વાંસના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં બીજા દિવસે બિઝનેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લગભગ પ્રભાસની રામાયણ પર આદારિત ફિલ્મ 'આદિપુરુષ અને વિકી કૌશલની ડ્રામાં ફિલ્મ 'ઝરા હટકે ઝરા બચકે' હજુ પણ થિયેટરોમાં ચાલી રહી છે. 'સત્યપ્રેમ કી કથા'નો જાદું થિયેટરોમાં ઓસરી રહ્યો છે.
બોક્સ ઓફિસ કલેક્શન: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'સત્યપ્રેમ કી કથા'એ બીજા દિવસે લગભગ 7.19 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મની શરૂઆતના દિવસે 9.25 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. સત્યપ્રેમ કી કથાનું કુલ કલેક્શન હવે લગભગ 24.46 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. કર્તિક આર્યન અને કિયારાની ફિલ્મે બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે સારું પ્રદર્શન કર્યું હતું.
ફિલ્મની કમાણીમાં ઘટાડો: પ્રથમ દિવના કલેક્શન પરથી લાગતું હતું કે,'પ્રભાસ અને કિર્તી સેનની ફિલ્મ 'આદિપુરુષ' અને વિકી કૌશલ અને સારા અલી ખાન અભિનીત ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ની સામાપ્ત થઈ જશે. પરંતુ 'સત્ય પ્રેમ કી કથા' ફિલ્મના બીજા દિવસના આંકડા પરથી એવું લાગતું નથી. 'સત્ય પ્રેમ કી કથા' ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ હવે પ્રથમ દિવસની તુલનાએ બીજા દિસવની કમાણીમાં ઘટાડો થયો છે.
કાર્તિક-કિયારાની જોડી: બીજા દિવસે કાર્તિક અને કિયારા સ્ટારર હિન્દીમાં એકંદરે 14.31 ટાકાનો વ્યવસાય ધરાવે છે. જે તેના શરૂઆતના દિવસે 18.67 ટકા હતો. તારીખ 29 જૂનના રોજ 'સત્ય પ્રેમ કી કથા' ભારતમાં લગભગ 2300 અને વિદેશી બજારોમાં 300 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. વર્ષ 2022માં બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 2' પછી કાર્તિક અને કિયારાના બીજા સહયોગને ચિહ્નિત કરે છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ: કાર્તિક અને કિયારા સિવાય 'સત્ય પ્રેમ કી કથા'માં ગજરાજ રાવ, સુપ્રિયા રાજપાલ, યજ્ઞપાલ, સુપ્રિયા, કાર્તિક પણ છે. શિખા તલસાનિયા, સિદ્ધાર્થ રાંધેરિયા અને અનુરાધા પટેલ મુખ્ય ભૂમિકામાં છે. સત્ય પ્રેમ કી કથા ફિલ્મ લગભગ રૂપિયા 60 કરોડના બજેટ પર બની હતી. હવે એ જોવાનું રહ્યું કે, કાર્તિક આર્યનની ફિલ્મ 'શાહજાદા' બાદ આ લેટેસ્ટ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોવો કમાલ બતાવશે ?
- Box Office Collection: સત્યપ્રેમ કી કથાએ થિયેટર પર મક્કમ, પ્રથમ દિવસે 9 કરોડ કમાણી કરી
- Bollywood Stars: દિલીપ કુમાર સાયરા બાનુથી લઈને પ્રિયંકા ચોપરા નિક જોન્સ સુધી, આ સ્ટાર્સની ઉંમરમાં ઘણું અંતર હતું
- Housefull 5: ખિલાડી અક્ષય કુમારે 'હાઉસફુલ 5'ની ઘોષણા કરી, જાણો ફિલ્મ રિલીઝ