ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

KRK on King khan: બોલિવૂડના 'બાદશાહ' 2024ની ચૂંટણી લડે તો ખૂબ જ રસપ્રદ હશે, KRKએ કહ્યું - 2024માં ચુંટણી

KRK હવે 2024 (Election in 2024)માં ચૂંટણીઓ પહેલા બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (KRK on King khan)ના ભારતીય રાજકારણમાં પ્રવેશનો વિચાર કર્યો છે. 'પઠાણ'નું બોક્સ ઓફિસ કલેક્શન જોયા પછી, KRKએ ટ્વિટર (KRK tweet) પર જાહેરાત કરી હતી કે, 'આ ફિલ્મનું આજીવન કલેક્શન 500 થી 600 કરોડનું રહેશે.' શાહરૂખ ખાનના પઠાણને જોયા બાદ KRKએ કહ્યું હતું, ''તે બાદશાહ અને હું ઝંડુ બામ છું.''

KRK on King khan: બોલિવૂડના 'બાદશાહ' 2024ની ચૂંટણી લડે તો ખૂબ જ રસપ્રદ હશે, KRKએ કહ્યું
KRK on King khan: બોલિવૂડના 'બાદશાહ' 2024ની ચૂંટણી લડે તો ખૂબ જ રસપ્રદ હશે, KRKએ કહ્યું

By

Published : Feb 1, 2023, 12:37 PM IST

હૈદરાબાદ: ફિલ્મ વિવેચક કમાલ આર ખાન ઉર્ફે કેઆરકે તેના લેટેસ્ટ ટ્વીટ માટે હેડલાઇન્સમાં છે. કમાલ આર ખાન, જે ઘણીવાર તેના વિચિત્ર ટ્વીટ્સ પર લોકોની પ્રતિક્રિયા પણ આવતી રહે છે. તેણે ફરી એકવાર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ધ્યાન ખેંચ્યું છે અને તેમાં આ વખતે પઠાણ સ્ટાર શાહરૂખ ખાન સામેલ છે. SRKની ફિલ્મ પઠાણનું નામ બદલવું જોઈએ તેવું સૂચન કર્યા પછી, KRK હવે 2024 માં ચૂંટણીઓ પહેલા બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ભારતીય રાજકારણમાં પ્રવેશનો વિચાર કર્યો છે.

આ પણ વાંચો:Thalapathy 67 : સાઉથની આ 'માસ્ટર' જોડીએ ફરી હાથ મિલાવ્યા, હવે બોક્સ ઓફિસ પર થશે ધડાકો

KRKનું ટ્વિટ: કમાલ આર ખાને તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટમાં ઉલ્લેખ કર્યો કે, ''જો વિરોધ પક્ષો એક થઈને બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનને આગામી ચૂંટણીમાં તેમના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરે છે, તો 2024ની ચૂંટણી "ખૂબ જ રસપ્રદ" હશે.'' જોકે, KRKનું ટ્વીટ ઓનલાઈન સામે આવતાં જ ઘણા લોકોએ KRKની ટ્વીટ પર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. 'પઠાણ'નું બોક્સ ઓફિસ કલેક્શન જોયા પછી, KRKએ ટ્વિટર પર જાહેરાત કરી છે કે, 'આ ફિલ્મનું આજીવન કલેક્શન 500 થી 600 કરોડનું રહેશે.' શાહરૂખ ખાનના પઠાણને જોયા બાદ KRKએ કહ્યું હતું, ''તે બાદશાહ અને હું ઝંડુ બામ છું'',

યુઝર્સની પ્રતિક્રિયા: સામાન્ય ચૂંટણી વર્ષ 2024માં યોજાશે અને સમગ્ર દેશ નવા વડા પ્રધાન અને કેન્દ્ર સરકારને પસંદ કરવા માટે મતદાન કરશે. KRKએ કહ્યું છે કે, ''SRK આ વખતે ચૂંટણી લડે.''ટ્વિટર પર એક યુઝરે ટિપ્પણી કરી, "એસઆરકે પાકિસ્તાન માટે આદર્શ પીએમ હશે. તેમનો પ્રેમ પાકિસ્તાન માટે એટલો બિનશરતી છે. બંને દેશો અંતિમ શાંતિ કરી શકે છે." બીજાએ કહ્યું, "યે ક્યા બોલ રહે હો...વો રાજકારણી ક્યુ બનેગા...પ્રોફેશન બદલો...મને મજા આવશે...પરંતુ મને લાગે છે કે, વાહ એક્ટર...તેણે જોખમી કામ ન કરવા જોઈએ... હું શાહરૂખનને ટેન્શનમાં જોઈ શકતો નથી.'' SRK પર કટાક્ષ કરતા ત્રીજા યુઝરે લખ્યું, "બસ તેમને આસામના CM himantabiswa સામે તેમના મતવિસ્તારમાં ચૂંટણી લડવા માટે કહો હેસિયત ખબર પડી જશે. PM બને કા સપના તો છોડો."

આ પણ વાંચો:Virat Kohli: "ભાઈ આશ્રમ હૈ યે" કોહલીએ ચાહકોને વીડિયો બનાવવાની મનાઈ કરી

300 કરોડનો આંકડો પાર: પઠાણ તેની રિલીઝના છઠ્ઠા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર રૂપિયા 25 કરોડથી વધુની કમાણી કરીને રૂપિયા 300 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મે આ રેસમાં બોક્સ ઓફિસ પર બાહુબલી 2 અને 'KGF 2' જેવી સાઉથની મેગા બ્લોકબસ્ટર ફિલ્મને પછાડી દીધી છે. હિન્દી ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મની યાદીમાં પઠાણે ભારતીય બોક્સ ઓફિસ પર સૌથી ઝડપી 6 દિવસમાં 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. 'બાહુબલી 2' જ્યારે હિન્દી ભાષામાં રિલીઝ થઈ, ત્યારે 10 દિવસમાં 300 કરોડ રૂપિયાનો આંકડો સ્પર્શી ગયો. જ્યારે 'KGF 2 એ 11' દિવસમાં આ કારનામું કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details