ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Box Office Collection: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ રવિવારે ધુમ મચાવી, ત્રીજા દિવસે ફિલ્મની આટલી કમાણી - રોકી ઔર રાની બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 3

આલિયા ભટ્ટ અને રણવીર સિંહ અભિનીત 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. 7 વર્ષ બાદ ફિલ્મ ઉદ્યોગમાં પાછા ફરી રહેલા કરણ જોહર દિગ્દર્શિત ફિલ્મ ચોથા દિવસે ચાલી રહી છે. આ ફિલ્મને ત્રીજા દિવસે કેટલી કમાણી કરી છે, તે જાણવા માટે આગળ વાંચો.

'રોકી ઔર રાની કી પ્રેમ કાહાની'એ રવિવારે ધુમ મચાવી, ત્રીજા દિવસે ફિલ્મની આટલી કમાણી
'રોકી ઔર રાની કી પ્રેમ કાહાની'એ રવિવારે ધુમ મચાવી, ત્રીજા દિવસે ફિલ્મની આટલી કમાણી

By

Published : Jul 31, 2023, 12:06 PM IST

હૈદરાબાદ: કરણ જોહરની તાજતેરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ ઓપનિંગ ડેના દિવસે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મે બોક્સ ઓફિસ પર ત્રીજા દિવસે 19 કરોડ રુપિયાની કમાણી કરી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી છે. હજુ પણ હોલિવુડની બે ફિલ્મ 'ઓપેનહેમર' અને 'બાર્બી' ભારતીય બોક્સ ઓફિસ પર પકડ જમાવી રાખી છે.

કમાણીમાં થયો વધારો: સેકનિલ્ક. કોમના જણાવ્યા અનુસાર, 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ ત્રીજા દિવસે ભારતમાં 19 કરોડ રુપિયાની કમાણી કરી છે. ફિલ્મે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 11.1 કરોડ રુપિયાની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે આ ફિલ્મે 16.5 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે હવે ભારતીય બજારમાં 3 દિસવમાં 46 કરોડ રુપિયાનો બિઝનેસ કરી લીદો છે.

ફિલ્મની સ્ટાર કાસ્ટ: ધર્મા પ્રોડક્શન્સે રવિવારે સોશિયલ મીડિયા પર ફિલ્મના બોક્સ ઓફિસ આંકડા શેર કર્યા હતા. આ સાથ કેપ્શનમાં લખ્યું હતું કે, ''બોક્સ ઓફિસ પર પ્રેમની ઉજવણી વધુ મોટી અને જોરથી થાય છે- બોક્સ ઓફિસ પર 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માટે તમારો પ્રેમ અણનમ છે.'' 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી સહિતના દિગ્ગજ કાલકારો સામેલ છે. આ ઉપરાંત આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં ટોટા રોય ચૌધરી, ચર્ની ગાંગુલી અને આમિર બશીર પણ છે. એટલું જ નહિં પરંતુ આ ફિલ્માં સારા અલિ ખાન અને અનન્યા પાંડે કેમિયો કરતા જોવા મળે છે.

રણવીર-આલિયાની ભૂમિકા:કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહની શાનદાર જોડી જોવા મળે છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ એક બંગાળી પરિવારમાંથી આવે છે અને તે એક પત્રકાર છે. આ ફિલ્મમાં આલિયા રાનીના સ્વરુપમાં જોવા મળે છે. આ સાથે રણવવીર સિંહના પાત્રની વાત કરીએ તો, તે રોકીની ભૂમિકામાં જોવા મળે છે. તે પંજાબી પરિવારમાંથી આવે છે.

  1. Mrunal Thakur Bridal Look: લગ્નના જોડામાં સજ્જ મૃણાલ ઠાકુરનો નવો અવતાર, જુઓ અહિં તસવીર
  2. Kiara Advani Birthday: કિયારા અડવાણી 31ઓગસ્ટે 31મો જન્મદિવસ ઉજવી રહી છે, આ પ્રસંગે જુઓ અભિનેત્રીની એક ઝલક
  3. Jignesh Kaviraj Song: જિગ્નેશ કવિરાજનું નવુ ભજન ગીત 'ખાખ મેં ખપ જાના રે બંદે' ટુંક સમયમાં રિલીઝ થશે, પોસ્ટર આઉટ

ABOUT THE AUTHOR

...view details