મુંબઈ: આલિયા ભટ્ટ અને રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' માટે તૈયાર છે. રોકી ઓર રાની હાલમાં જ ઉત્તરપ્રદેશના બરેલીમાં પહોંચ્યા હતા. જ્યાં આ જોડીએ જિલ્લાના પ્રખ્યાત ઝુમકા ચોક પર રંગીન અવતારમાં હેડલાઈન્સ મેળવી છે. હવે આ બન્નેની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
આલિયા-રણવીરની તસવીર: ધર્મા પ્રોડક્શનના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર આલિયા અને રણવીરની એક ખુબ જ સુંદર તસવીર શેર કરી છે. આ તસવીર પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''બરેલમાં રાનીનો ઝુમકો મળી ગયો છે. શાનદાર સ્વાગત માટે આપ સૌનો આભાર. આને જ તમે આયકોનિક કહો છો.'' 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે બીજી બાજુ કરણ જોહરના ફિલ્મ ઉદ્યોગમાં 25 વર્ષ પુરા થયા છે.
આલિયા-રણવીરનો વીડિયો: ગલી બોય સ્ટાર્સ ગયા શનિવારે બરેલી પહોંચ્યા હતા. હાથોમાં હાથ નાંખીને સિક્યોરિટીની વચ્ચે ચાલી રહેલી આ જોડી ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. આ સાથે વીડિયોમાં ગીત 'વ્હોટ ઝુમકા' બૈકગ્રાઉન્ડમાં વાગી રહ્યું હતું. આલિયાએ આ સમયે પોતાની ભૂમિકા રાની વિશે જણાવ્યું હતું, આ ફિલ્મમાં રાનીની સાડીમાં શાનદાર ઝલક જોવા મળશે.
રણવીર-આલિયાનો દેખાવ: બરેલીમાં આલિયાએ ફિલ્મના પ્રમોશન માટે એક સુંદર યલો કલરની સાડી પસંદ કરી હતી. આ દરમિયાન તેમનો મેકઅપ પણ અદભૂત હતો. બીજી બાજુ રણવીર કપૂરની વાત કરીએ તો, ડેપર લુકમાં બધાને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા. તેઓ ઓલ બ્લેક આઉટફિટમાં ખુબ જ સુંદર દેખાઈ રહ્યાં હતા. તેમની હેરસ્ટાઈલ પણ અદભૂત હતી.
ચાહકોએ કરી પ્રશંસા: એક ટ્વિટર યુઝરે આલિયા ભટ્ટ અને રણવીર સિંહની તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'આજે બોલિવુડ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી આલિયા ભટ્ટે બોલિવુડમાં પ્રાણ પુરી દીધા છે. આ ઉપરાંત બરેલીમાં એન્ટ્રી કરીને બરેલીનું ગૌરવ વધાર્યું છે. ઝુમકા બાઈ તુ ગ્રેટ હે.' આલિયા ભટ્ટ અને રણવીરની ફિલ્મમાં જયા બચ્ચન, ધર્મેનદ્ર શબાના આઝમી સામેલ છે. 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' તારીખ 28 જુલાઈએ રિલીઝ થશે.
- Ranbir kapoor films: રણબીર કપૂર-અર્જુ કપૂર એક સાથે જોવા મળ્યા, તેઓ 'ઓપેનહેમર' જોવા ગયા
- Mouni Roy: હોસ્પિટલમાં 9 દિસવ દાખલ રહ્યાં બાદ આવી મૌની રોય, પતિ સાથેની તસવીર સાથે હેલ્થ અપડેટ આપી
- Box Office Collection: 'ઓપેનહેમર' ફિલ્મે ચાહકોના દિલમાં આગ લગાવી, બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી