હૈદરાબાદ: તારીખ 29 જુલાઈના રોજ સંજય દત્ત પોતાનો 64મો જન્મદિવસ ઉજવી છે. આ પ્રસંગે સંજય દત્તને તેમના પરિવારના સદસ્યો ઉપરાંત ચાહકો જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યાં છે. આ અવસરે સંજય દત્તની બહેન પ્રિયા દત્તે ભાઈને શુભેચ્છા પાઠવતી એક પોસ્ટ શેર કરી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને તેમણે એક સુંદર નોંધ પણ લખી છે. આ સાથે સંજય દત્તની ક્યારેય ન જોવામાં આવેલી એવી સુંદર અને અદભૂત તસવીર પ્રિયા દત્તે શેર કરી છે.
Sanjay Dutt birthday: રોક સ્ટાર સંજય દત્તને બહેન પ્રિયા દત્તે જન્મદિવસની શુભેચ્છા પાઠવી, સુંદર તસવીર કરી શેર - પ્રિયા દત્તે સંજય દત્તને શુભેચ્છા પાઠવી
આજે બોલિવુડના રોક સ્ટાર સંજય દત્તનો જન્મદિવસ છે. આ અવસરે તેમના સંબંધીઓ અને ચાહકો જન્મદિસવની શુભેચ્છા પાઠવી રહ્યાં છે. આ દરમિયાન સંજય દત્તની બહેન પ્રિયા દત્તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સુંદર તસવીર શેર કરીને ભાઈને શુભકામના પાઠવી છે.
પ્રિયા દત્તે પાઠવી શુભેચ્છા: અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, ''એક માત્ર રોક સ્ટારને જન્મદિવસની શુભેચ્છા જેમને હું જાણું છું. તેઓ મજબૂત સ્થિતિસ્થાપક અને ખુબ જ નમ્ર છે. તેઓ પોતાના મુશ્કેલભર્યા જીવનમાંથી પસાર થયા છે, પડ્યા છે, પરંતુ તેઓ ફરી ઉભા થયા છે અને આગળ વધ્યા છે. ભગવાન તેમને હંમેશા આરોગ્ય, સંપત્તિ અને સુખ આપે. હેપ્પી બર્થ ડે ભૈયા. તેમને પ્રેમ. ઘણા વર્ષ પહેલાની આ તસવીર સિલેક્ટ કરી છે. આ તસવીરમં તેમની નિર્દેષતા અને નબળાઈ દર્શાવે છે અને તેમની આંખો ઘણું બધું કહી જાય છે.''
સંજય દત્તનો જન્મ: તારીખ 29 જુલાઈ1959માં મુંબઈમાં બોમ્બે સિટીમાં થયો હતો. તેમના પિતાનું નામ સુનીલ દત્ત અને માતાનું નામ નરગીસ દત્ત છે. સુનીલ દત્ત અને નરગીસ દત્ત ફિલ્મ ઉદ્યોગના જાણીતા કલાકાર છે. સંજય દત્તે 100 થી પણ વધુ ફિલ્મમાં કામ કર્યુ છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સૌથી લોકપ્રિયા અભિનેતાઓમાંથી એક છે. દત્તે પોતાના અભિનયની શરુઆત વર્ષ 1981માં 'રોકી' ફિલ્મથી કરી હતી.