હૈદરાબાદ:બી-ટાઉનમાંથી સોમવાર (27 જૂન)ના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડની 'ગંગુબાઈ' આલિયા ભટ્ટ પ્રેગ્નનેટ હોવાના સારા સમાચાર આવ્યા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર આવીને આની જાહેરાત (alia bhatt pregnancy announcement) કરી હતી. આ ખુશખબરથી ચાહકોની ખુશીનો કોઈ ઠેકાણા નથી અને તે કપલને ખૂબજ અભિનંદન આપી રહ્યા છે. દરમિયાન, રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે સોશિયલ મીડિયા પર ભાઈ-ભાભીને અભિનંદન (Riddhima kapoor sahni congratulates is ranbir) પાઠવ્યા છે.
આ પણ વાંચો:આલિયા ભટ્ટે ચાહકોને આપ્યા ખુશખબર, હોસ્પિટલમાંથી કર્યો ફોટો શેર
રિદ્ધિમાએ શુભેચ્છા પાઠવી: આલિયા અને રણબીર માતા-પિતા બનવાના છે તેવા સમાચાર સોશિયલ મીડિયા પર ચાહકોમાં આગ કરતાં વધુ ઝડપથી ફેલાઈ ગયા છે. દરમિયાન, અભિનેતાની બહેન રિદ્ધિમાએ, જે રણબીર-આલિયાના બાળકની ફઈ બનવા જઈ રહી છે, તેણે ખુશી વ્યક્ત કરી અને ભાઈ-ભાભીના નામ પોસ્ટ કર્યા. રિદ્ધિમાએ લખ્યું છે, મારા બેબીને હવે બેબી મળવાનું છે. હું તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું.