ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Rashmika Mandanna Dating: અભિનેત્રીએ વિજય સાથે ઉજવ્યો જન્મદિવસ, રશ્મિકાએ કહ્યું-'અય્યુ, જ્યાદા મત સોચો બાબુ.' - રશ્મિકાની કારકિર્દીની શરુઆત

ટોલીવુડ અભિનેત્રી રશ્મિકા મંદન્ના અને વિજય દેવેરાકોંડાની ડેટિંગની અફવાઓ લાંબા સમયથી ચર્ચાનો વિષય છે. હાલમાં જ એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રશ્મિકાએ તેનો જન્મદિવસ વિજય સાથે સેલિબ્રેટ કર્યો હતો અને બંને એકબીજાને ડેટ પણ કરી રહ્યાં છે.

Rashmika Mandanna Birthday: અભિનેત્રીએ વિજય સાથે ઉજવ્યો જન્મદિવસ, રશ્મિકાએ કહ્યું-'અય્યુ, જ્યાદા મત સોચો બાબુ.'
Rashmika Mandanna Birthday: અભિનેત્રીએ વિજય સાથે ઉજવ્યો જન્મદિવસ, રશ્મિકાએ કહ્યું-'અય્યુ, જ્યાદા મત સોચો બાબુ.'

By

Published : Apr 7, 2023, 1:13 PM IST

હૈદરાબાદ: ટોલીવુડની સુંદર અભિનેત્રીઓ રશ્મિકા મંદન્ના અને વિજય દેવેરાકોંડાના ડેટિંગની અફવાઓ અવારનવાર સાંભળવા મળે છે. તાજેતરમાં ટ્વિટર પર એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રશ્મિકા અને વિજય ડેટ કરી રહ્યા છે અને તેઓ સાથે રહે છે. રશ્મિકાએ પોતાનો જન્મદિવસ પણ વિજય સાથે સેલિબ્રેટ કર્યો છે. જો કે, અભિનેત્રીએ તરત જ પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો:Hina Khan In Black Outfie : હિના ખાને બ્લેક આઉટફિટમાં ચાહકોને ખુબજ સુંદર લાગી રહી છે, જુઓ બોલ્ડ તસવીર

રશ્મિકાની પ્રતિક્રિયા: મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 'રશ્મિકા મંદન્ના અને વિજય દેવરાકોંડા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તે બંને સાથે રહે છે. ચોક્કસ આવનારા સમયમાં રશ્મિકા મંદન્ના અને વિજય વિશે સારા સમાચાર સાંભળી શકીએ છીએ. આ ટ્વીટનો જવાબ આપતા રશ્મિકા મંદન્નાએ લખ્યું, 'અય્યુ, જ્યાદા મત સોચો બાબુ.'

રશ્મિકાનો વીડિયો શેર: બુધવારે 27 વર્ષની થઈ ગયેલી રશ્મિકાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેના ચાહકોનો જન્મદિવસની શુભેચ્છાઓ માટે આભાર માન્યો હતો. વીડિયો અપલોડ થયા બાદ રશ્મિકા અને વિજયની સમાન પૃષ્ઠભૂમિનો સ્ક્રીનશોટ સામે આવ્યો. બેકગ્રાઉન્ડમાં લાકડાની છત પરથી બલ્બ લટકતા બતાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો:Shahrukh Khan Dance: વિજય બાદ શાહરૂખ ખાને વિરાટ પર પ્રેમ વરસાવ્યો, ઝુમ્મે જો પઠાણ પર કર્યો ડાન્સ

રશ્મિકાની કારકિર્દીની શરુઆત: અલબત્ત આ પહેલીવાર નથી કે, જ્યારે રશ્મિકાએ ડેટિંગની અફવાઓ પર આવી પ્રતિક્રિયા આપી હોય. આ પહેલા પણ રશ્મિકાએ આ અફવાઓને ફગાવતા કહ્યું હતું કે, 'જુઓ, વિજય અને મેં અમારી કારકિર્દીની શરૂઆતમાં સાથે ખૂબ કામ કર્યું છે. જ્યારે અમને ખબર નથી કે, ઇન્ડસ્ટ્રી કેવી છે અને અચાનક તમે સમાન વિચારધારાવાળા લોકોથી ઘેરાયેલા છો. જ્યારે તમે સાથે કામ કરવાનું શરૂ કરો છો, ત્યારે તમને મિત્રો બનાવવાનું ગમે છે. તમારા ઘણા સામાન્ય મિત્રો હંશે.

ABOUT THE AUTHOR

...view details