હૈદરાબાદ:સંગીત જગતના ફેમસ રેપર અનેસિંગર બાદશાહ ચર્ચામાં છે કે, તે પંજાબી એક્ટ્રેસ ઈશા રિખીને ડેટ (Rapper Badshah and Isha Rikhi dating) કરી રહ્યો છે. બાદશાહ અને ઈશાના ડેટિંગના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યા છે. યુઝર્સમાં એવી ચર્ચા છે કે, બાદશાહ હવે ફરીથી લગ્ન કરવા જઈ રહ્યો છે. એવું પણ બહાર આવ્યું છે કે બાદશાહ અને ઈશા એક પાર્ટીમાં મળ્યા હતા અને કથિત કપલ છેલ્લા એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે આ સમાચારો વચ્ચે બાદશાહે એક પોસ્ટ શેર 9Rapper Badshah post) કરીને બધું ક્લિયર કરી દીધું છે.
- https://www.instagram.com/badboyshah/?utm_source=ig_embed&ig_rid=a022c42c-fdfb-4e9e-b18d-767f134f4a3c
બાદશાહ હાર્ટ રિંગ ફ્લોન્ટ:બાદશાહે ડેટિંગ સમાચાર વચ્ચે તેની સુંદર તસવીરો સાથેની એક પોસ્ટ શેર કરી છે, બાદશાહે લખ્યું, શ્રેષ્ઠ આસપાસ છે, જ્યારે હું બેઠો છું, ત્યારે તમારા ઊભા રહેવાનો કોઈ અર્થ નથી. હવે બાદશાહની પોસ્ટ પર તેના ફેન્સની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. ચાહકો સમજી રહ્યા છે કે, બાદશાહે તેના ડેટિંગના સમાચારને લીલી ઝંડી આપી દીધી છે.