હૈદરાબાદ: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના પ્રમોશનમાં (Ranbir kapoor Brahmastra Promotion) વ્યસ્ત છે. આ ફિલ્મથી રણબીર અને આલિયા પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. આવી સ્થિતિમાં આ કપલ દિવસ-રાત ફિલ્મનું પ્રમોશન કરી રહ્યું છે. આ ફિલ્મ આવતીકાલે એટલે કે 9મી સપ્ટેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં જ રણબીર કપૂરની ફિલ્મ 'શમશેરા' રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. 'બ્રહ્માસ્ત્ર'ના પ્રમોશન દરમિયાન રણબીર કપૂરે શમશેરાના ફ્લોપ પર મૌન તોડ્યું (Ranbir kapoor speaks up on Shamshera failure) છે અને ફિલ્મ ફ્લોપ થવાનું કારણ પણ આપ્યું છે.
આ પણ વાંચો:હિંદુઓ બ્રહ્માસ્ત્ર જોવા જશે તો મોઢાકાળા કરવામાં આવશે
શા માટે 'શમશેરા' ફ્લોપ થઈ: દિલ્હીમાં પ્રમોશન દરમિયાન, રણબીર કપૂરે શમશેરાના ફ્લોપનું સૌથી મહત્વનું કારણ ફિલ્મના નબળા કન્ટેન્ટને ગણાવ્યું હતું. રણબીરે કહ્યું કે જો આપણે ફિલ્મોમાં રિચ કન્ટેન્ટ આપીશું તો જ દર્શકોને તે ગમશે. ફિલ્મમાં ઈમોશન, હસવું, રડવું એ દર્શકોને મહત્વ આપે છે, જો કન્ટેન્ટમાં આ બધું ન હોય તો ફિલ્મ ચલાવવી મુશ્કેલ છે.