ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Ram Charan Baby Girl: રામ ચરણના ઘરે 11 વર્ષ પછી ગુંજી કિલકારી, પત્ની ઉપાસનાએ બાળકીને આપ્યો જન્મ - રામ ચરણ ઉપાસના કોનિડેલા લેટેસ્ટ ન્યૂઝ

'RRR' સ્ટાર રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના કોનિડેલાને મંગળવારે એક બાળકીનો જન્મ થયો છે. વર્ષ 2012માં લગ્નના બંધનમાં બંધાયેલા આ કપલે ડિસેમ્બર 2022માં તેમની પ્રેગ્નસીની જાહેરાત કરી હતી. હવે આ સમાચાર સોશિયલ મીડિયા પર મળતા જ ચાહકો અને ફિલ્મ કાલાકરો અભિનંદન પાઠવી રહ્યાં છે.

રામ ચરણના ઘરે 11 વર્ષ પછી ગુંજી કિલકારી, પત્ની ઉપાસનાએ બાળકીને આપ્યો જન્મ
રામ ચરણના ઘરે 11 વર્ષ પછી ગુંજી કિલકારી, પત્ની ઉપાસનાએ બાળકીને આપ્યો જન્મ

By

Published : Jun 20, 2023, 9:46 AM IST

હૈદરાબાદ: સેલિબ્રિટી કપલ રામ ચરણ અને ઉપાસના કોનિડેલાએ મંગળવારે તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું છે. સમાચારની પુષ્ટિ કરતા હૈદરાબાદની એપોલો હોસ્પિટલના એક સ્ટાફ મેમ્બરે ANIને જણાવ્યું કે, તારીખ 20 જૂનની વહેલી સવારે બાળકીને જન્મ આપ્યો હતો. એપોલો હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલ મેડિકલ બુલેટિન પણ વાયરલ થયું હતું, જેમાં બાળકના આગમનની પુષ્ટિ થઈ હતી.

રામ ચરણના ઘરે 11 વર્ષ પછી ગુંજી કિલકારી, પત્ની ઉપાસનાએ બાળકીને આપ્યો જન્મ

રામ ચરણ બેબી ગર્લ: બુલેટિન મુજમ, "સુશ્રી ઉપાસના કામિનેની કોનિડેલા અને શ્રી રામ ચરણ કોનિડેલાને ઘરે તારીખ 20મી જૂન 2023ના રોજ એપોલો હોસ્પિટલ જ્યુબિલી હિલ્સ હૈદરાબાદમાં એક બાળકીનો જન્મ થયો છે. બાળક અને માતા બંનેની હાલત સારી છે." અપડેટે ચાહકો અને ફિલ્મ ઉદ્યોગના સભ્યોને ઉત્સાહિત થઈ ગયા છે. આ દરમિયાન ચાહકો અને ફિલ્મ કલાકારો અભિનંદન પાઠવી રહ્યાં છે. ઈન્સ્ટાગ્રામ પર અભિનેતા રકુલ પ્રીતે આ સમાચાર પર પ્રતિક્રિયા આપી. "Wohooooo અભિનંદન. રામચરણ અને ઉપાસના કામિનેની કોનિડેલાને તેમને બધાનો પ્રેમ અને આનંદ સાથે આશીર્વાદ હંમેશા મળે."

પ્રેગ્નેસીની જાહેરાત: રામ અને ઉપાસના તારીખ 14 જૂન 2012ના રોજ લગ્નના બંધનમાં બંધાયા અને બંનેએ ડિસેમ્બર 2022માં તેમની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. દંપતિએ જાહેરાત સાથે જણાવ્યું હતું કે, "શ્રી હનુમાનજીના આશીર્વાદ સાથે, અમને જણાવતા આનંદ થાય છે કે ઉપાસના અને રામ ચરણ તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે."

અભિનેતાનો વર્કફ્રન્ટ: આ દરમિયાન વર્ક ફ્રન્ટ પર વાત કરીએ તો રામ ચરણ દિગ્દર્શક શંકરની આગામી એક્શન ફિલ્મ 'ગેમ ચેન્જર'માં અભિનેત્રી કિયારા અડવાણી સાથે જોવા મળશે. 'ગેમ ચેન્જર' તેલુગુ, તમિલ અને હિન્દી એમ 3 ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં SJ સૂર્યા, જયરામ, અંજલિ અને શ્રીકાંત પણ છે. ફિલ્મની સત્તાવાર રિલીઝ ડેટની હજુ રાહ જોવાઈ રહી છે.

  1. Singer Jignesh Kaviraj: જીગ્નેશ કવિરાજનું નવું ગીત 'કફન ના મળે તો દુપટ્ટો ઓઢાડી દેજો' આઉટ, ચાહકે કહ્યું નાઈસ સોન્ગ
  2. Singer Miss Pooja: પંજાબની પ્રખ્યાત ગાયિકા મિસ પૂજાએ સોશિયલ મીડિયાને કહ્યું બાય બાય, યુઝર્સે કરી ટ્રોલ
  3. Adipurush: નેપાળમાં 'આદિપુરુષ'નો વિરોધ, પોખરામાં બોલિવુડની ફિલ્મ પર પ્રતિબંધ

ABOUT THE AUTHOR

...view details