ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Gujarati Thali: રકુલ પ્રીત સિંહને લાગ્યો ગુજરાતી થાળીનો ચટકો, અમદાવાદમાં માણી મોજ - રકુલ પ્રિત ગુજરાત

બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી રકુલ પ્રીત સિંહ એક ઈવેન્ટ દરમિયાન ગુજરાતના અદાવાદમાં જોવા મળે છે. અભિનેત્રીએ ઈવેન્ટ દરમિયાન ભોજન કરવા માટે એક ફેમસ ભોજનશાળાની મુલાકાત લિધી હતી. ગુજરાતી રેસ્ટોરન્ટમાં 'ગુજરાતી થાળી'નો આસ્વાદ માણ્યો હતો. જુઓ અહિં તસવીર.

રકુલ પ્રીત અમદાવાદમાં સ્વાદિષ્ટ 'ગુજરાતી થાળી' ખાવાનો આનંદ લિધો, જુઓ અહિં તસવીર
રકુલ પ્રીત અમદાવાદમાં સ્વાદિષ્ટ 'ગુજરાતી થાળી' ખાવાનો આનંદ લિધો, જુઓ અહિં તસવીર

By

Published : May 15, 2023, 11:37 AM IST

Updated : May 15, 2023, 4:47 PM IST

અમદાવાદ:અભિનેત્રી રકુલ પ્રીત સિંહ જે તેના નોંધપાત્ર અભિનય માટે જાણીતી છે. રકુલ પ્રીત સિંહ તારીખ 14 મેના રોજ એક ઇવેન્ટ માટે અમદાવાદમાં જોવા મળી હતી. ગુજરાતી રેસ્ટોરન્ટમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે ગુજરાતની ફેમસ વાનગી એવી 'ગુજરાતી થાળી'નો આસ્વાદ માણ્યો હતો. તેમને ત્યાંના સ્થાનિકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો.

ગુજરાતી થાળી: એક મોટા ખાણીપીણી તરીકે જાણીતી એવી બોલિવુડની સુંદર અભિનેત્રી રકુલ પ્રીત સિંહે ઇવેન્ટ દરમિયાન એક પ્રખ્યાત ભોજનશાળાની મુલાકાત લીધી હતી. રકુલ પ્રીત સિંહની સામે એક મોટી 'ગુજરાતી થાળી' પિરસવામાં આવી હતી. આ સ્વાદિષ્ટ વાનગીમાં મોઢામાં પાણી લાવી દે તેવા સ્થાનિક ગુજરાતી ભોજનનો સમાવેશ થાય છે. આ સાથે તેમના ખાવાના આનંદને વધુ મજેદાર બનાવવા માટે સ્વાદિષ્ટ 'આમ રાસ' પણ પિરસવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:

  1. Madhuri Dixit Birthday: માધુરીએ પોતાના કરિયરના ઊતાર-ચડાવમાંથી આ વસ્તુ શીખી
  2. Mother's Day 2023: આલિયા ભટ્ટથી લઈને ગૌહર ખાન સુધી, બોલિવૂડની અભિનેત્રીઓ તેમના પ્રથમ મધર્સ ડેની ઉજવણી કરી
  3. Mothers Day 2023: માતાને સમર્પિત બોલિવૂડ ગીતો, જુઓ વીડિયો

અભિનેત્રીનો લુક : પેન્ટ સેટ સાથે ગ્રીન બેમ્બર્ગ સિલ્ક ટ્રોપિકલ પ્રિન્ટ કુર્તામાં તે ડ્રોપ ડેડ ખૂબસૂરત દેખાતી હતી. કાનમાં ઈયરિંગ ગોલ્ડ ઈયરિંગ પહેરી હતી અને તેમના હાથમાં સુંદર ઘળિયાડ પહેર્યું હતું, જે તેમના સુંદરતામાં વધારો કરે છે. રકુલ પ્રીત સિંહ વાળ પોનીટેલમાં બાંધ્યા છે. તસવીરમાં જોઈ શકાય છે કે, તેમની સામે ટેબલ પર ગુજરાતી થાળી છે. આ થાળીમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગી પિરસવામાં આવી છે અને અભિનેત્રી તેનો ભરપુર આનંદ લઈ રહી છે.

અભિનેત્રીનો વર્કફ્રન્ટ: આ દરમિયાન કલાકાર સાથે અમૂલ્ય ખુશીની પળોની આપલે કરી હતી. અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આગામી સમયમાં કમલ હાસનની સાથે 'ઈન્ડિયન 2' અને અભિનેતા પાવેલ ગુલાટીની સાથે 'આઈ લવ યુ'માં જોવા મળશે. અભિનેત્રી રકુલ પ્રીત સિંહ તાજેતરમાં 'છત્રીવાલી'માં જોવા મળી હતી.

Last Updated : May 15, 2023, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details