ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Lala Amarnath Biopic: રાજકુમાર હિરાણી ક્રિકેટના દિગ્ગજ લાલા અમરનાથ પર બાયોપિકનું કરશે નિર્દેશન - ક્રિકેટર લાલા અમરનાથ

રાજકુમાર હિરાણી દિગ્ગજ ક્રિકેટર લાલા અમરનાથ પર બાયોપિકનું નિર્દેશન કરવા તૈયાર છે. ફિલ્મ નિર્માતાએ શાહરૂખ ખાનને મુખ્ય ભૂમિકા માટે પસંદ કર્યા હતા. પરંતુ શાહરુખે આ ઓફર ઠુકરાવી હતી. શાહરુખે આ ફિલ્મ કેમ નકારી કાઢી તે જાણીશું.

Lala Amarnath Biopic: રાજકુમાર હિરાણી ક્રિકેટના દિગ્ગજ લાલા અમરનાથ પર બાયોપિકનું કરશે નિર્દેશન
Lala Amarnath Biopic: રાજકુમાર હિરાણી ક્રિકેટના દિગ્ગજ લાલા અમરનાથ પર બાયોપિકનું કરશે નિર્દેશન

By

Published : Feb 11, 2023, 3:24 PM IST

હૈદરાબાદ:દિગ્ગજ ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાણી ભારતીય ક્રિકેટના દિગ્ગજ લાલા અમરનાથના જીવન પર બાયોપિકનું નિર્દેશન કરવા તૈયાર છે. ફિલ્મમાં લાલા અમરનાથની ભૂમિકા ભજવવા માટે હિરાનીએ શાહરૂખ ખાનનો સંપર્ક કર્યો હતો. પરંતુ સુપરસ્ટારે 'ડંકી' પસંદ કરી હતી. ફિલ્મની પ્રગતિને ગતિમાં રાખવા માટે હિરાણી અને તેમની ટીમ આ વર્ષના અંત સુધીમાં સ્ક્રિપ્ટીંગ પૂર્ણ કરશે.

આ પણ વાંચો:Sid Kiara Reception: સોશિયલ મીડિયા પર શેર થયું સિદ્ધાર્થ કિયારાનું કાર્ડ, તમે જોયું?

લાલા અમરનાથ પર બાયોપિક:બોલિવૂડ અભિનેતા સંજય દત્તના જીવન પર આધારિત વર્ષ 2018માં રિલીઝ થયેલી 'સંજુ' પછી આગામી ફિલ્મ હિરાણીની બીજી બાયોપિક હશે. શાહરુખ ખાને આ ફિલ્મને નકારી કાઢ્યા પછી નિર્માતાઓ હવે એક યુવાન સ્ટાર પર નજર કરી રહ્યાં છે. માસ્ટર સ્ટોરીટેલર દ્વારા દિગ્દર્શિત આ બાયોપિકમાં ક્રિકેટ લેજન્ડની ભૂમિકા કોણ ભજવશે તે જોવું રસપ્રદ રહેશે. દરમિયાન 'ડંકી'માં સાહરુખ ખાન સાથે કામ કરવા વિશે વાત કરતા હિરાનીએ અગાઉ કહ્યું હતું કે, સુપરસ્ટાર ફિલ્મમાં જે "ઊર્જા, કરિશ્મા, રમૂજ અને વશીકરણ" લાવે છે તે અપ્રતિમ છે. જ્યારે ફિલ્મના પ્લોટ વિશેની વિગતો છુપાવવામાં આવી છે. એવું કહેવાય છે કે, હિરાણી SKRના જાદુને મોટા પડદા પર લાવવાનું લક્ષ્ય ધરાવે છે.

SRKએ લાલા અમરનાથ બાયોપિકને નકારી:હિરાણી વર્ષ 2019થી લાલા અમરનાથ બાયોપિક બનાવવાનું વિચાર કરી રહ્યા હતા. SRKએ લાલા અમરનાથ બાયોપિકને નકારી કાઢતાં દેખીતી રીતે પ્રગતિ ધીમી પડી અને નિર્માતાઓએ તેને 'ડંકી' પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બેકબર્નર પર મૂકવું પડ્યું હતું. લાલા અમરનાથની બાયોપિક ડંકીની રિલીઝ પછી પાછી પાટા પર આવી ગઈ હોવાનું કહેવાય છે. અહેવાલ અનુસાર હિરાણી લાલા અમરનાથ બાયોપિકને લઈને ખૂબ જ ઉત્સાહી છે અને 'ડંકી' રિલીઝ થયા પછી આ ફિલ્મ તેનું એકમાત્ર ધ્યાન હશે.

આ પણ વાંચો:Nawazuddin Siddiqui controversies: નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ પતિ પર લગાવ્યો આરોપ, જુઓ વીડિયો

રાજકુમાર હિરાનીની આગામી ફિલ્મ:વેબલોઇડ પ્રોજેક્ટની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ''નિયમિત સ્પોર્ટ્સ બાયોપિક્સથી વિપરીત હિરાણી દ્વારા નિર્દેશિત આગામી ફિલ્મ મનોરંજનથી ભરપૂર હોવાનું કહેવાય છે. હિરાણી અમરનાથની સ્ટોરીને તેમની કથનની શૈલીમાં સ્વીકારશે, જે તે જ સમયે મનોરંજક અને વિચારશીલ છે. હિરાણી "લાલાની કારકિર્દી, તેમની તેજસ્વીતા અને ભારતીય ક્રિકેટ પરના તેમના કાયમી પ્રભાવને સુંદર રીતે પ્રકાશિત કરશે."

ABOUT THE AUTHOR

...view details