ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Rajinikanth Video: અભિનેતા રજનીકાંતે CM યોગીના ચરણ સ્પર્શ કર્યા - CM યોગી આદિત્યનાથ

સુપરસ્ટાર રજનીકાંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સુપરસ્ટાર રજનીકાંત ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ કરતા જોવા મળે છે. તો ચાલો આ વાયરલ વીડિયોની એક ઝલક નિહાળીએ.

અભિનેતા રજનીકાંતે CM યોગીના ચરણ સ્પર્સ કર્યા, ચાહકે કહ્યું- ઈન્ડિયન સુપરસ્ટાર
અભિનેતા રજનીકાંતે CM યોગીના ચરણ સ્પર્સ કર્યા, ચાહકે કહ્યું- ઈન્ડિયન સુપરસ્ટાર

By

Published : Aug 20, 2023, 9:47 AM IST

હૈદરાબાદ: તમિલ સુપરસ્ટાર રજનીકાંતે શનિવારે લખનૌમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત પહેલા શુક્રવારે લખનૌમાં જેલરની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં ડેપ્યુટી કેશવ પ્રસાદ મૌર્યએ હાજરી આપી હતી. આ દરમિયાન રજનીકાંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રજનીકાંત CM યોગી આદિત્યનાથને પગે લાગતા જોઈ શકાય છે.

રજનીકાંત-CM યોગી આદિત્યનાથની મુલાકાત: વાયરલ વીડિયોમાં જેલર સ્ટાર રજનીકાંત પોતાની કારમાંથી નીચે ઉતરતા જોવા મળે છે. લોકોનું અભિવાદન કરતાં તે આગળ વધે છે. CM યોગી આદિત્યનાથ સુપરસ્ટારનું સ્વાગત કરવા ગેટ પર પહોંચ્યા છે. આ દરમિયાન રજનીકાંત CM યોગીના પગને સ્પર્શ કરી નમન કરે છે. ત્યાર બાદ CM યોગી તેમને આવકારે છે. સુપરસ્ટારના આ વીડિયોએ દર્શકોના દિલ જીતી લીધા છે.

યુઝર્સની પ્રતિક્રિયા: એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું છે કે, 'રીલ હીરો કે સાથ રિયલ હીરો' આ સમય દરમિયાન અન્ય યુઝરે લખ્યું છે કે, 'ઈન્ડિયન સુપસ્ટાર વિથ પોલિટિકલ સુપરસ્ટાર.' એક ટ્વિટર યુઝર્સે સુપરસ્ટાર અને CM વચ્ચેની મીટિંગનો વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''અભિનેતા રજનીકાંતે લખનૌમાં તેમની મીટિંગ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પગને સ્પર્શ કર્યો હતો.''

જેલર ફિલ્મનું કુલ કલેકશન: નેલ્સનના નિર્દેશનમાં બનેલી 'જેલર' ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર શરુઆત કરી હતી. આ સાથે હજુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ટકી રહી છે. એટલું જ નહિં પરંતુ દર્શકોને થિયેટરમાં પ્રભાવિત કર્યા છે. 'જેલર' ફિલ્મનું 8 દિવસનું બોક્સ ઓફિસ કુલ કલકેશન લગભગ 235.65 કરોડ રુપિયાથી વધુ થઈ ગયું છે. રજનીકાંત લખનૌનો પ્રવાસ બાદ અયોધ્યા જવાના હતા.

  1. Bollywood Box Office: 'ગદર 2'ની 300 કરોડના ક્લબમાં એન્ટ્રી, 'omg 2' 100 કરોડની નજીક
  2. Ghoomer Day 1: 'ગદર 2' સામે 'ઘૂમર'ની ચમક ઝાંખી પડી, જાણો પ્રથમ દિવસની કમાણી
  3. Gadar 2 300 Cr: 'ગદર 2' ફિલ્મે 300 કરોડના ક્લબમાં કર્યો પ્રવેશ, સની દેઓલ અમિષા પટેલે કરી ઉજવણી

ABOUT THE AUTHOR

...view details