મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને બોલિવુડની અભિનેત્રી તમન્ના ભાટિયા તેમની આવનારી ફિલ્મ જેલરનું શૂટિંગ પરુ થઈ ગયું છે. ટ્વિટર પર ફિલ્મના નિર્માતા સન પિક્ચર્સે ઉજવણી દરમિયાનની તસવીર શેર કરી છે. તસવીરોમાં રજનીકાંત તમન્ના અને ડિરેક્ટર નેલ્સન દિલીપ કુમાર સાથે કેક કાપતા જોવા મળે છે. સન પિક્ચર્સે તેના ઓફિશિયલ ટ્વિટર પેજ પર લખ્યું, "જેલરનું શૂટિંગ સમાપ્ત થઈ ગયું'' તારીખ 10 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તસવીરોમાં રજનીકાંત અભિનેત્રી તમન્ના ભાટિયા, તેની કો-સ્ટાર અને ટીમના અન્ય સભ્યો સાથે મોટી કેક કાપતા જોવા મળે છે.
Tamanna Bhatia Moive: જેલરનું શૂટિંગ પૂર્ણ, રજનીકાંત અને તમન્ના ભાટિયાએ ટીમ સાથે ઉજવણી કરી - જેલરનું શૂટિંગ રેપઅપ
સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને તમન્ના ભાટિયા સ્ટારર ફિલ્મ 'જેલર'નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. સન પિક્ચર્સે સોશિયલ મીડિયા પર રેપ અપની તસવીર શેર કરી છે. તસવીરમાં તેમન્ના ભાટિયા, રજનિકાંત અને ડિરેક્ટર સહિત તેમની ટીમ સાથે જોવા મળે છે. જેલર ફિલ્મમાં જેકી શ્રોફ વિલનની ભૂમિકામાં છે.
ફિલ્મનું શૂટિંગ પર્ણ: 10 ઓગસ્ટે રિલીઝ થનારી આ ફિલ્મમાં રજનીકાંત 'જેલર'ની ભૂમિકા ભજવશે. ફિલ્મનું શૂટિંગ જેલની અંદર કરવામાં આવ્યું છે. અભિનેતા રજનીકાંત અને અભિનેત્રી તમન્ના ભાટિયા ઉપરાંત બિલિવુડના અભિનેતા જેકી શ્રોફ અને રામાયા કૃષ્ણા જોવા મળશે. આ સાથે જેલર ફિલ્મમમાં શિવકુમાર અને મોહનલાલા પણ સામેલ છે. જેકી શ્રોફ અને રાજનીકાંત બન્ને સાથે બીજી વખત આ ફિલ્મમાં જોવા મળશે. બંને અગાઉ વર્ષ 1987માં 'ઉત્તર દક્ષિણ'માં કામ કરી ચૂક્યા છે.
જેલર ફિલ્મના કલારકાર: મળતી માહિતી મુજબ 'જેલર'માં જેકી શ્રોફ વિલનની ભૂમિકામાં જોવા મળશે. તમિલમાં જેકી શ્રોફ છેલ્લે રેન્ડાગામમાં જોવા મળ્યા હતા, જેમાં અરવિંદ સ્વામી અને કુંચકો બોબન પણ હતા. વર્ષ 2019 માં તેણે વિજયની બિગિલમાં મુખ્ય પ્રતિસ્પર્ધીની ભૂમિકા ભજવી હતી. જે બોક્સ-ઓફિસ હિટ સાબિત થઈ. રજનીકાંતે તાજેતરમાં પુત્રી ઐશ્વર્યા રજનીકાંતની આગામી તમિલ દિગ્દર્શિત સાહસ 'લાલ સલામ'માં તેના દ્રશ્યોનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તે ફિલ્મમાં મુંબઈના ગુનાખોર સ્વામીની ભૂમિકામાં છે, જેમાં વિષ્ણુ વિશાલ અને વિક્રાંત પણ મુખ્ય ભૂમિકામાં છે.