હૈદરાબાદ: બોલિવૂડના શોમેન રાજ કપૂરે એક સમયે પોતાના ઉત્કૃષ્ટ અભિનયથી લાખો દર્શકોના દિલો પર રાજ કર્યું હતું. પરંતુ આ દિવસે વર્ષ 1988માં તારીખ 2 જૂને રાજ કપૂરનું અવસાન થયું હતું. રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ છે. પરંતુ શું તમે જાણો છો કે, પૃથ્વીરાજ જેવા પિતા હોવા છતાં રાજ કપૂરને તેમના જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.
રાજ કપૂરનો જન્મ:બોલિવૂડ શોમેન રાજ કપૂરનો જન્મ તારીખ 14 ડિસેમ્બર 1924ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. દેશના ભાગલા વખતે તેમના પિતા પૃથ્વીરાજ કપૂર ભારત આવ્યા હતા. થિયેટરમાં તેમની રુચિને કારણે તેઓ મુંબઈ ગયા અને અભિનયની દુનિયામાં મોટી ઊંચાઈઓ હાંસલ કરી હતી. જો કે, રાજ કપૂરે તેમના પિતા પૃથ્વીરાજ કપૂરના વારસાને આગળ વધાર્યો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેમના પિતાને તેમના પર કોઈ વિશ્વાસ નહોતો.
રાજક પૂરની પહેલી ફિલ્મ: હકીકતમાં પૃથ્વીરાજ કપૂર માનતા હતા કે રાજ કપૂર તેમના જીવનમાં કંઈ ખાસ કરી શકશે નહીં. આવા સંજોગોમાં તેને આસિસ્ટન્ટ કે ક્લેપર બોય જેવી નાની નોકરીઓ આપવામાં આવી હતી. તે જમાનાના લોકપ્રિય દિગ્દર્શક કેદાર શર્માએ રાજ કપૂરની છુપાયેલી અભિનય ક્ષમતા અને જુસ્સાને ઓળખ્યો. તેમણે રાજ કપૂરને તેમની ફિલ્મ 'નીલકમલ'માં મુખ્ય ભૂમિકા ભજવવાની તક આપી.
નિર્દેશક તરીકે રાજ કપૂર: રાજ કપૂરે ત્યારપછી 24 વર્ષની ઉંમરે આગનું દિગ્દર્શન કર્યું અને ત્યારથી તે સૌથી યુવા ફિલ્મ નિર્દેશક બન્યા હતા. વર્ષ 1948 માં તેમણે આરકે ફિલ્મ્સ નામનો એક ફિલ્મ સ્ટુડિયો બનાવ્યો, જેની પ્રથમ હિટ ફિલ્મ 'બરસાત' હતી. ફિલ્મ ઉદ્યોગમાં કારકિર્દી બનાવતા પહેલા રાજ કપૂર તેમના પિતાના સ્ટુડિયોમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા. આ માટે તેમને માસિક 1 રૂપિયાનો પગાર મળતો હતો.
અભિનેતાની પ્રેમ કહાની: નરગીસને ડાયરેક્ટર તરીકે ફિલ્મ 'બરસાત' બનાવતી વખતે રાજ કપૂર સાથે પ્રેમ થઈ ગયો હતો. મધુ જૈને તેમના પુસ્તક 'ધ ફર્સ્ટ ફેમિલી ઓફ ઈન્ડિયન ફિલ્મ - ધ કપૂર્સ'માં ઉલ્લેખ કર્યો છે તેમ બંને એકબીજાની ખૂબ જ નજીક બની ગયા હતા. નરગિસ અને રાજ કપૂરનો પ્રેમ એટલો મજબૂત હતો કે, તેઓએ રાજ કપૂરની ફિલ્મોમાં પૈસા લગાવવાનું શરૂ કર્યું હતુ. જ્યારે આરકે સ્ટુડિયોના પૈસા ખતમ થઈ ગયા ત્યારે નરગીસે તેના ઘરેણાં પણ વેચી દીધા હતા.
- Sonakshi Sinha Birthda: અભિનેતા શત્રુઘ્ન સિંહાની પુત્રી સોનાક્ષી સિંહાનો જન્મદિવસ, જાણો તેમની કારકિર્દી
- Mani Ratnam birthday: 'PS 2'ના નિર્દેશકન મણિરત્નમનો જન્મદિવસ, અહીં જાણો લેખકની સફર
- Singer kajal Maheriya: ગુજરાતી સિંગર કાજલ માહેરિયાનું 'મોટર માર્ગે હાલી જાય' ગીત રિલીઝ, જુઓ વીડિયો