ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Raghav-Parineeti Engagement: સગાઈ પહેલા સાંસદ રાઘવ ચઢ્ઢાના ઘરને શણગારવામાં આવ્યું, જુઓ અહીં તસવીર - રાઘવ ચઢ્ઢાની સગાઈ

આજે એક ભવ્ય સમારોહમાં AAP નેતા રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરાની સગાઈ થવા જઈ રહી છે. સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પ્રસંગમાં જે મહેમાનો આવવાના છે તેમને આંમત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે સગાઈ તારીખ 13 મેના રોજ સાંજે 5 કલાકે શરુ થવાની સંભાવના છે.

સગાઈ પહેલા સાંસદ રાઘવ ચઢ્ઢાના ઘરને શણગારવામાં આવ્યું, જુઓ અહીં તસવીર
સગાઈ પહેલા સાંસદ રાઘવ ચઢ્ઢાના ઘરને શણગારવામાં આવ્યું, જુઓ અહીં તસવીર

By

Published : May 13, 2023, 10:15 AM IST

નવી દિલ્હી:અભિનેત્રી પરિણિતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢાની સગાઈનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ લગ્નની શહેનાઈઓ જોર પકડી રહી છે. નવી દિલ્હીમાં રાઘવનું રહેઠાણ 'કપૂરથલા હાઉસ' એ રિંગ સેરેમનીનું સ્થાન છે. દંપતી માટે આ ખાસ સ્થળ હોવાને કારણે તેને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે.

સગાઈ પહેલા સાંસદ રાઘવ ચઢ્ઢાના ઘરને શણગારવામાં આવ્યું

ફૂલોથી શણગાર: તાજેતરની તસવીરોમાં ખાસ પ્રસંગ માટે AAP નેતાના નિવાસસ્થાનને લાઇટ અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રીંગ સમારોહનું સ્થાન ગુલાબી, સફેદ અને પીળા ફૂલોનો ઉપયોગ કરીને ફૂલોની રંગોળીથી શણગારવામાં આવે છે. બોલિવૂડ અભિનેત્રી સાથે ચઢ્ઢાની સગાઈ પહેલા ફ્લોર પર મીણબત્તીઓ મૂકવામાં આવી છે.

સગાઈ પહેલા સાંસદ રાઘવ ચઢ્ઢાના ઘરને શણગારવામાં આવ્યું

સગાઈ તારીખ અને સયમ: અગાઉ મુંબઈના બાંદ્રામાં પરિણીતીના ઘરને સગાઈના વાઈબ્સ માટે લાઈટથી સજાવવામાં આવ્યું હતું. અહિં સગાઈ અંગેની વગતવાર માહિતી મેળવીશું. સગાઈ તારીખ 13 મેના રોજ નવી દિલ્હીના કપૂરથલા હાઉસમાં થશે. સમારંભ સાંજે 5 વાગ્યે શરૂ થવાની ધારણા છે અને શીખ ધાર્મિક વિધિઓ અનુસાર હાથ ધરવામાં આવશે. સમારોહનો પ્રારંભ સુખમણી સાહિબ પાઠથી થશે અને ત્યારબાદ સાંજે 6 કલાકે અરદાસ થશે.

સગાઈ પહેલા સાંસદ રાઘવ ચઢ્ઢાના ઘરને શણગારવામાં આવ્યું

આ પણ વાંચો:

  1. Parineeeti Chopra engagement: પરિણીતી ચોપરાનું ઘર રોશનીથી શણગારવામાં આવ્યું, 13 મેના રોજ થશે સગાઈ
  2. Pulwama Attack Grey Wars: પુલવામા એટેક પર બનશે વેબ સિરીઝ 'ગ્રે વોર્સ'
  3. PS 2: 'પોનીયિન સેલવન 2' સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ, 325 કરોડને વટાવી ગઈ

ઉપસ્થિત મહેમાન: સૂત્રોના જણાવ્યા અનુસાર સમારોહ બોલિવૂડ આધારિત હશે. સગાઈ માટે તેના પરિવાર અને નજીકના મિત્રોમાંથી 150 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાજર રહેશે. તેઓ શું પહેરવાના છે ? તેમની સગાઈ માટે રાઘવ પવન સચદેવ દ્વારા ડિઝાઈન કરેલો અચકન પહેરશે. જ્યારે પરિણીતી ચોપરા મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો ડ્રેસ પહેરશે.

ABOUT THE AUTHOR

...view details