ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Oppenheimer Vs Barbie: ઓપેનહેમર અને બાર્બીની બોક્સ ઓફિસ પર ટક્કર, જોરદાર કમાણી કરી - ઓપનહેમર બોક્સ ઓફિસ કલેક્શન ડે 1

'ઓપેનહેમર' અને 'બાર્બી' વિદેશી ફિલ્મ બન્ને એક જ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ બન્ને ફિલ્મ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. બન્ને ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે, પરંતુ 'ઓપેનહેમર' અને 'બાર્બી' બન્નેમાંથી કોણે બોક્સ ઓફિસ પર જીત મેળવી તે જાણવા માટે આગળ વાંચો.

ઓપેનહેમર અને બાર્બીની બોક્સ ઓફિસ પર ટક્કર, જાણો કોણે જીત મેળવી
ઓપેનહેમર અને બાર્બીની બોક્સ ઓફિસ પર ટક્કર, જાણો કોણે જીત મેળવી

By

Published : Jul 22, 2023, 11:29 AM IST

મુંબઈ: હોલીવુડની ફિલ્મ 'ઓપેનહેમર' ફિલ્મે આખરે પોતાનો જાદુ ચલાવ્યો. 'ઓપેનહેમર' રિલીઝ થયાના પ્રથમ દિવસે જ દેશ અને વિદેશમાં પ્રખ્યાત થઈ ગઈ છે. ફિલ્મ ઓપેનહેમરે ભારતમાં પહેલા દિસવે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ભારતમાં 'ઓપેનહેમર' ફિલ્મે એપનિંગ ડે પર જોરદાર કમાણી કરી છે. દર્શકોને આ ફિલ્મ ખુબ જ પસંદ આવી રહી છે.

ઓપેનહેમરની કમાણી: ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલાનનો જાદુ ફરી એક વાર ભારતીય દર્શકો પર જોવા મળે છે. ફિલ્મના કાલાકર કિલિયન મર્ફી અને રોબર્ડ ડાઉનીએ પોતાના શાનદાર અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા છે. તો ચાલો અહિં જાણીએ કે, 'ઓપેનહેમર' ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી ? અનેે જાણો 'ઓપેમહેમર'ની સાથે રિલીઝ થયેલી ફિલ્મ 'બાર્બી'ની કેવી સ્થિતિ છે.

બોક્સ ઓફિસ કલેક્શન: ઓપેનહેમરે પ્રથમ દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર 13 થી 13.50 કોરડ રુપિયાની કમાણી કરી છે. જ્યારે 'બાર્બી'ની પ્રથમ દિવસની કમાણી લગભગ 5 કરોડ રુપિયા છે. ઓપેનહેમરે પહેલા દિવસે જ એ સાબિત કરી દીધુ છે કે, તે ભારતમાં અને વિશ્વમા સારી કમાણી કરશે. હવે આ ફિલ્મ રિલીઝ થયાનેે બીજા દિવસે ચાલી રહી છે.

ફિલ્મનું બજેટ: ગ્રેટ ગેરવિગે ફિલ્મ 'બાર્બી'ને 14.5 કરોડ અમેરિકી ડોલરમાં બનાવી છે. જ્યારે 'ઓપેનહેમર' 10 કરોડ ડેલરમાં બનેલી ફિલ્મ છે. આ બન્ને ફિલ્મને લઈને ચાહકોમાં જોરદાર ઉત્સુક્તા જોવા મળે છે. પરંતુ આ બન્ને ફિલ્મમાંથી 'ઓપેનહેમર' બોક્સ ઓફિસ પર કમાણીમાં આગળ નિકળી ગઈ છે. નોર્થ અમેરિકામાં ઓપેનહેમરે મોટો બિઝનેસ કર્યો છે. હવે અપેક્ષા છે કે, 'ઓપેનહેમર' સપ્તાહના અંતમાં 150 મિલિયન ડોલરની કમાણી કરી શકે છે.

  1. Oppenheimer: ભયાનક યુદ્ધ પર બનેલી ફિલ્મ 'oppenheimer', જેના નિર્દેશક ક્રિસ્ટોફર નોલાન છે
  2. Gadar 2: સની પાજ્જીની ફિલ્મનું નવું પોસ્ટ રીલિઝ, દીકરાને બચાવવા દોટ મૂકી
  3. The Manipur Files: મર્દ હોય તો 'ધ મણિપુર ફાઈલ્સ' બનાવો, ફેન્સના આક્રોશ સામે વિવેકનો જવાબ

ABOUT THE AUTHOR

...view details