મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટે (ranveer singh nude photoshoot) સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે, જ્યાં અભિનેતાની તેની લેટેસ્ટ તસવીરોના વખાણ થઈ રહ્યા છે, ત્યારે એક NGOએ અભિનેતા વિરુદ્ધ ફરિયાદ (complaint against ranveer singh for nude photoshoot ) નોંધાવી છે. તેને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો માટે ખતરો ગણાવીને શ્યામ મંગરામ ફાઉન્ડેશન નામની NGOએ મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં રણવીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો:Darlings trailer launch: જાણો આલીયા કેમ રણબીરથી નારાજ થશે
NGOની ફરિયાદ ફાઇલમાં: શનિવારે, રણવીરે એક મેગેઝીન ફોટોશૂટ માટે ન્યૂડ થઈને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી હતી. આ તસવીરોમાં રણવીર ગાદલા પર પોઝ આપતો જોવા મળે છે. શૂટની તસવીરો રણવીરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરી તે પહેલા વાયરલ થઈ ગઈ હતી. હવે આ જ તસવીરોએ તેને મુશ્કેલીમાં મૂકી દીધો છે. NGOની ફરિયાદ ફાઇલમાં લખવામાં આવ્યું છે કે, 'અમે છેલ્લા 6 વર્ષથી વિધવાઓ માટે સારા ભવિષ્ય માટે કામ કરી રહ્યા છીએ. ગયા અઠવાડિયે આપણે રણવીર સિંહની ઘણી ન્યૂડ તસવીરો વાયરલ થતી જોઈ. કોઈપણ સ્ત્રી અને પુરુષ તે ફોટોઝ જોઈને શરમ અનુભવશે.