હૈદરાબાદ: શાહરુખ ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'જવાન' ટુંક સમયમાં મોટા પડદા પર આવવા માટે તૈયાર છે. સોશિયલ મીડિયા પર અને ચાહકોમાં 'જવાન' ફિલ્મને લઈને જોરદાર ક્રેઝ છે. હવે ચાહકો 'જવાન' ફિલ્મના ફાઈનલ ટ્રેલરની રાહ જોઈ રહ્યાં છે. શાહરુખ ખાને જાણકારી આપી દીધી છે કે, 'જવાન'નું ટ્રેલર આગામી તારીખ 31 ઓગસ્ટના રોજ દુબઈમાં બુર્જ ખલીફા બિલ્ડિંગ પર જોવા મળશે.
Not Ramaiya Vastavaiya Song OUT: 'જવાન'નુ ત્રીજું ગીત રિલીઝ, જુઓ નયનતારા સાથે ડાન્સ કરતો કિંગ ખાન - જવાન ફિલ્મનું ત્રીજું ગીત રિલીઝ
'જવાન' ફિલ્મનું ત્રીજું ગીત 'નોટ રમૈયા વસ્તાવૈયા' તારીખ 29 ઓગસ્ટે રિલીઝ થઈ ગયું છે. શાહરુખ ખાને તારીખ 28 ઓગસ્ટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ગીતના રિલીઝ ડેટનું એલાન કર્યું હતું. 'પાઠાણ' ફિલ્મની સફળતા બાદ 'જવાન' બોક્સ ઓફિસ પર ધડાકો કરવા માટે તૈયાર છે.
Published : Aug 29, 2023, 3:20 PM IST
જવાનનું ત્રીજું ગીત રિલીઝ: બુર્ઝ ખલાફામાં 'જવાન'નું ટ્રેલર લોન્ચ થાય તે પહેલા તારીખ 29 ઓગસ્ટના રોજ ફિલ્મનુ ત્રીજુું ગીત 'નોટ રમૈયા વસ્તાવૈયા' રિલીઝ કરવામાં આવ્યું છે. કિંગ ખાને તારીખ 28 ઓગસ્ટના રોજ પોસ્ટ શેર કરીને આ ગીતના રિલીઝ ડેટનો ખુલાસો કર્યો હતો. શાહરુખ ખાને ટ્વિટર પર ગીત શેર કરીને પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ''આ છૈયા છૈયા નથી. આ નૌટ રમૈયા વસ્તાવૈયા છે. આ જવાનનું થા થા થૈયા છે.'' આ સોન્ગનું મ્યૂઝિક કંપોઝર વિશાલ ડડલાની અને શિલ્પા રાવે ગાયું છે. સાઉથના સ્ટાર મ્યૂઝિયશ અનિરુદ્ધ રવિચંદ્રએ આ મ્યૂઝિક આપ્યું છે અને કુમારે ગીતના બોલ લખ્યાં છે.
બુર્જ ખલિફામાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરશે: આ ગીતને 'પઠાણ' ફિલ્મનું વિવાદિત સોન્ગ 'બેશરમ રંગ'નું કોરિયોગ્રાફ કરવાવાડા વૈભવી મર્ચેંટે કોરિયોગ્રાફ કર્યું છે. શાહરુખ ખાનની આ બહુચર્ચિત ફિલ્મ આગામી તારીખ 7 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. તારીખ 31 ઓગ્સ્ટના રોજ જવાન ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે. આ ખાસ અવસર પર શાહરુખ ખાન દુબઈથી પોતાની ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવા જઈ રહ્યાં છે. શાહરુખ ખાન આગમી ફિલ્મ 'ડંકી'માં જોવા મળશેે.