ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Achha Sila Diya song released: રાજકુમાર રાવ અને નોરા ફતેહીની કેમેસ્ટ્રીએ બધાના દિલ જીતી લીધા - ગીત અચ્છા સિલા દિયા રિલીઝ

રાજકુમાર રાવ અને નોરા ફતેહી બંનેની બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ છે. આ પહેલીવાર છે જ્યારે બંને સ્ક્રીન પર સાથે જોવા મળ્યા છે. આ બંને બી પારકના નવા ગીત 'અચ્છા સીલા દિયા'માં જોવા મળ્યા છે. હવે આ ગીત રિલીઝ થયું (song Achha Sila Diya released) છે. રાજકુમાર રાવ અને નોરા ફતેહીની લવ હેટ કેમેસ્ટ્રી જોવા જેવી છે. લોકો ગીતને ઘણો પ્રેમ આપી રહ્યા છે.

Accha Sila Diya: રાજકુમાર રાવ અને નોરા ફતેહીની કેમેસ્ટ્રીએ બધાના દિલ જીતી લીધા
Accha Sila Diya: રાજકુમાર રાવ અને નોરા ફતેહીની કેમેસ્ટ્રીએ બધાના દિલ જીતી લીધા

By

Published : Jan 19, 2023, 3:50 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને ફેમસ ડાન્સર નોરા ફતેહી લાંબા સમયથી ચર્ચામાં છે. વાસ્તવમાં બંને પ્રખ્યાત ગાયક બી પારકના નવા ગીત 'અચ્છા સિલા દિયા'માં પહેલીવાર જોવા મળી રહ્યા છે. જેની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. હવે આ ગીત રિલીઝ થયું છે. આ ગીત રાજકુમાર રાવ અને નોરા ફતેહીની લવ-હેટ કેમિસ્ટ્રી દર્શાવે છે. આ ગીત પ્રેમમાં વિશ્વાસઘાતની સ્ટોરી કહે છે.

આ પણ વાંચો:Shark Tank India 2: શાર્ક ટેન્ક ઈન્ડિયા 2માં તારક મહેતાના જેઠાલાલની એન્ટ્રી, વાયરલ વીડિયો

નોરા અને રાજકુમારની લવ સ્ટોરી: અચ્છા સિલા દિયામાં નોરા ફતેહી રાજકુમારને પ્રેમમાં દગો આપે છે અને તેને મારી નાખવાનો પ્રયાસ પણ કરે છે. પરંતુ રાજકુમાર ભાગી જાય છે અને પછી નોરા પર તેનો બદલો લે છે. આ ગીતમાં નોરા ફતેહી ક્યારેક રડતી તો ક્યારેક રાજકુમારના પ્રેમમાં જોવા મળે છે. આ ગીતને અત્યાર સુધીમાં 845,373 લોકો જોઈ ચૂક્યા છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ ફેન્સ સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચ:Nora Fatehi on Sukesh: સુકેશ ચંદ્રશેખર કેસમાં નોરાનો ચોંકાવનારો ખુલાસો

અચ્છા સિલા દિયા સોન્ગ હિસ્ટ્રી: આ ગીત એક જૂના ગીતની રીમેક છે. આ ગીત જાની દ્વારા લખવામાં આવ્યું છે અને ગાયક બી પારકે ગાયું છે. બંને ઘણા વર્ષોથી એકબીજા સાથે કામ કરી રહ્યા છે. આ બંનેના ગીત ઘણીવાર હિટ થઈ જાય છે. બંનેએ છેલ્લે 'પછતાઓગે' ગીતમાં સાથે કામ કર્યું હતું. આ ગીતમાં નોરા ફતેહી અને વિકી કૌશલે પર્ફોર્મન્સ આપ્યું છે. ગીત ખૂબ પસંદ આવ્યું. વર્ષ 1992માં પાકિસ્તાની સિંગર અતાઉલ્લા ખાનનું ગીત 'અચ્છા સિલા દિયા' હતું. આ ગીત 'બેદર્દી સે પ્યાર' આલ્બમનું છે. આ ગીતને વર્ષ 1995માં રિક્રિએટ કરવામાં આવ્યું હતું. તે સોનુ નિગમે ગાયું હતું. આ ગીત 'બેવફા સનમ'માં લેવામાં આવ્યું હતું અને હવે બંનેએ તેનું રિમેક કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details