મુંબઈઃ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા તારીખ 6 ફેબ્રુઆરીના રોજ વિવાહ કરી રહ્યા છે. પોતાના લગ્નને લઈને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ લગ્નને લઈને તેમણે એક નો ફોન પોલીસી લાગી કરી દીધી છે. રાજસ્થાનમાં આવેલા જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં આ ભવ્ય લગ્ન સમારોહ યોજાશે. રણ પ્રદેશ તરીકે ઓળખાતા રાજ્યમાં આ વર્ષ 2023ના આ પહેલા ભવ્ય લગ્ન છે. ગત વર્ષે વિક્કી કૌશલ અને કેટરિના કૈફે રાજસ્થાનના માધોપુરમાં લગ્ન કર્યા હતા.
આ પણ વાંચોઃGujarati Film Actor Hiten kumar: મારો આવા રોલ જોઈને મારા જ પરિવારના લોકો મારાથી ડરતા હતા
અગાઉની પોલીસી રીપિટઃઆ પહેલા વિક્કી કૌશલ અને કેટરિના કૈફ પણ પોતાના લગ્નમાં નો ફોન પોલીસી લાગુ કરી ચૂક્યા છે. આ કપલ્સની પોલીસીને ફોલો કરતા કિયારા અને સિદ્ધાર્થે પણ આ અંગે મોટું એલાન કર્યું છે. આ અંગે હોટેલ સ્ટાફ અને હોટેલ મેનેજમેન્ટને પણ સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત વલ કન્યના બન્નેના સંબંધીઓને પણ અપીલ કરવામાં આવી છે કે, કોઈ ફોટો કે વીડિયો ન બનાવે. એટલું જ નહીં કંઈ પણ એવી વસ્તુને સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરે.
ફંક્શન શરૂઃરાજસ્થાનના જેસલમેરમાં આવેલા શાહી પેલેસમાં લગ્નને લઈને ફંક્શન શરૂ થઈ ચૂક્યા છે. આ પહેલા એક રીપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, કિયારા અને સિદ્ધાર્થ સિવાય આ પ્રસંગમાં 100થી 125 જેટલા મહેમાનો હશે. એવું એક સુત્રમાંથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ Tweets US Journalist on SRK: અમેરિક પત્રકારે શાહરુખને ભારતનો ટોમ ક્રૂઝ કહ્યો, ફેન્સ થયા ગુસ્સે
80 રૂમ બુકઃકિયારા શનિવારે સાંજે આ લોકેશન પર પહોંચી હતી. એની સાથે જાણીતા ફેશન ડીઝાઈનર મનીષ મલ્હોત્રા પણ જોવા મળ્યા હતા. જાણવા મળ્યું છે કે, આ લગ્નમાં કરણ જોહર અને ઈશા અંબાણી જેવા જાણીતા સેલિબ્રિટી પણ જોવા મળશે. મહેમાનોની ખાસ વ્યવસ્થા માટે હોટેલના 80 જેટલા રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. 70 જેટલી કારના પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, આ માટેની તૈયારીઓ છેલ્લા એક મહિનાથી ચાલું કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજસ્થાનના શાહી પેલેસમાં લગ્ન કરવાની રીત સૌથી પહેલા પ્રિયંકા ચોપરાએ શરૂ કરી દીધી છે. જેના પગલે વિક્કી કૌશલ અને કેટરિના કૈફ અને કિયારા અડવાણી તથા સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ રીત ફોલો કરી છે.