મુંબઈઃતારીખ 31 માર્ચના રોજ મુંબઈમાં રાત્રે અંબાણી પરિવારેનીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં દેશ અને દુનિયાની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. આટલું જ નહીં પ્રિયંકા ચોપરા પણ આ ઇવેન્ટમાં હાજરી આપવા માટે તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ સાથે અમેરિકાથી તરત જ ભારત આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સેલેબ્સની તસવીર સોશિયલ મીડિયા ખુબજ વાયરલ થઈ રહી છે. આ સાથે હાલમાં નિતા અંબાણીનો ડાન્સ કરતો વીડિયો ચર્ચામાં છે.
આ પણ વાંચો:Janhvi Kapoor: ગુલાબી બિકીનીમાં જાનવી કપૂરનો હોટ લુક, અભિનેત્રીની અદા પર ચાહકો થયા દિવાના
નિતા અંબાણી ડાન્સ પરફોર્મન્સ:એકંદરે આ ઘટનાની દરેક તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. હવે આ ઈવેન્ટમાંથી નીતા અંબાણીના ડાન્સ પરફોર્મન્સનો વીડિયો પણ સામે આવ્યો છે. સાથે જ મુકેશ અંબાણીની મોટી વહુ શ્લોકા મહેતા પણ પ્રેગ્નેન્ટ છે અને તેનો બેબી બમ્પ પણ જાણીતો બન્યો છે. અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટે પોતાની સુંદરતાથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઈવેન્ટમાં પણ નીતા અંબાણીએ પોતાનું ડાન્સિંગ કૌશલ્ય બતાવ્યું હતું અને રઘુપતિ રાઘવ રાજા રામ ગીત પર અદ્ભુત પરફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન નીતાએ લાલ ડ્રેસમાં સ્ટેજ પર અદ્ભુત પ્રેઝન્ટેશન આપ્યું હતું.